ગુજરાત

gujarat

ETV Bharat / city

Tauktae cyclone માં ઉનાળુ પાક તેમજ બાગાયતી પાક નુકશાની સહાયની 46 કરોડ 37 લાખ ચૂકવણી થઈ - વાવાઝોડા નુકસાની સહાય

Tauktae cyclone માં ભાવનગર જિલ્લાના 10 તાલુકામાં ભારે નુકસાન થયું હતું.જેમાં 40,000 હેક્ટરમાં ઊભેલા વિવિધ પાકને મોટું નુકસાન થયું હતું. આ નુકસાનીનો સર્વે કરાવી કુલ 25,399 ખેડૂતોને કુલ 46 કરોડ 37 લાખની સહાય ચૂકવણી કરવામાં આવી છે.

Tauktae cyclone માં ઉનાળુ પાક તેમજ બાગાયતી પાક નુકશાની સહાયની 46 કરોડ 37 લાખ ચૂકવણી થઈ
Tauktae cyclone માં ઉનાળુ પાક તેમજ બાગાયતી પાક નુકશાની સહાયની 46 કરોડ 37 લાખ ચૂકવણી થઈ

By

Published : Jun 18, 2021, 5:31 PM IST

  • Tauktae cycloneમાં 10 તાલુકામાં ભારે તબાહી મચાવતા ઉનાળુ પાકને ભારે નુકશાન પહોચાડ્યું
  • 133 જેટલી સર્વે ટીમ દ્વારા 33 ટકાથી વધુ નુકશાન ધરાવતા 647 જેટલા ગામોના સર્વે
  • 25,399 ખેડૂતોનાં ખાતામાં 46 કરોડ 37 લાખની સહાય ચૂકવણી કરવામાં આવી


    ભાવનગરઃ ગત 17 મેના રોજ ત્રાટકેલા Tauktae cycloneએ ભાવનગર જિલ્લાના 10 તાલુકામાં ભારે તબાહી મચાવતા ઉનાળુ પાકને ભારે નુકશાન પહોચાડ્યું છે. જિલ્લામાં અંદાજીત 40 હજાર હેક્ટરમાં ખાસ કરીને બાજરી,તલ,મગફળી ,ડુંગળી જેવા ખેતીના પાકો અને બાગાયતી પાકોમાં લીંબુ,આંબા,નાળીયેરી વગેરેને નુકશાન થયું છે. જે નુકશાનીનો અંદાજ મેળવવા 133 જેટલી સર્વેની ટીમો દ્વારા 33 ટકાથી વધુ નુકશાન ધરાવતા 647 જેટલા ગામોના સર્વેમાં અંદાજીત 31 હજાર હેકટરમાં વાવેલા પાકોની નુકશાની સામે આવી હતી જે અંતર્ગત 25,399 જેટલા ખેડૂતોને અત્યાર સુધીમાં 46 કરોડ 37 લાખની સહાય ચૂકવણી કરવામાં આવી છે.
    Tauktae cyclone માં ભાવનગર જિલ્લાના 10 તાલુકામાં ભારે નુકસાન થયું હતું


આ પણ વાંચોઃ ભાવનગરના મહુવા યાર્ડમાં હજારો ગુણી ડુંગળી પલળી ગઈ

બાકી રહેતાં ખેડૂતોને પણ ઝડપથી સહાય ચૂકવાશે


ઉનાળાની સીઝનમાં બાજરી,તલ,મગફળી,ડુંગળી તેમજ બાગાયતી પાકો જેવા કે લીંબુ,કેરી,નાળીયેરી જેવા પાકોનું વાવેતર કરવામાં આવતું હોય છે. જિલ્લામાં ખેતી અને બાગાયતી પાકોને નુકશાન થયું છે જેથી ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયાં હતાં. જે બાદ રાજ્ય સરકાર દ્વારા નુકશાનીનો સર્વે કરવામાં આવ્યો હતો.જે બાદ ભાવનગર જિલ્લામાં અંદાજિત 47 હજાર હેક્ટરમાં ઉનાળુ પાકોનું વાવેતર કરવામાં આવેલ તેમજ 20 હજાર હેકટરમાં બાગાયતી પાકોનું વાવેતર કરવામાં આવ્યું હતું..જેમાં કુલ 32,328 ફોર્મ સહાય માટે મળેલાં તેમાંથી 33 ટકાથી વધુ નુકસાની ધરાવતાં કુલ 28,674 ફોર્મ રહ્યાં હતાં. જે સહાય માટે મજૂર કરી 25,399 ખેડૂતોને બેંકમાં નુકસાન સહાયના રુપિયા આપી દેવામાં આવ્યાં છે. તેમજ બાકી રહેતા ખેડૂતોને ઝડપી સહાય મળે તે માટે કામગીરી કરવામાં આવી રહી છે.

25,399 ખેડૂતોને કુલ 46 કરોડ 37 લાખની સહાય ચૂકવણી કરવામાં આવી

શું કહી રહ્યાં છે ખેતીવાડી અધિકારી

Tauktae cyclone દરમિયાન ખેતીના પાકોને થયેલ નુકશાની બાબતે જિલ્લા ખેતીવાડી વિભાગ અધિકારી કોસંબીએ જણાવ્યું હતું કે કુલ 32,328 ફોર્મ સહાય માટે મળેલાં તેમાંથી 33 ટકાથી વધુ નુકસાની ધરાવતાં કુલ 28,674 ફોર્મ રહ્યાં હતાં. જે સહાય માટે મંજૂર કરી 25,399 ખેડૂતોને બેંકમાં નુકસાન સહાયના રુપિયા આપી દેવામાં આવ્યાં છે. ભાવનગર જિલ્લામાં તેમજ 28 હજાર અરજીઓ પૈકી બાકી રહેતા ખેડૂતોને ઝડપી સહાય મળે તે માટે કામગીરી કરવામાં આવી રહી છે. ઉપરાંત કોઈ ખેડૂતોને સહાય ન મળી હોય તેવું બન્યું નથી. તેમજ બેંક ખાતામાં સીધી જ ટ્રાન્સફર કરવામાં આવે છે જેથી કોઈ ને સહાય ન મળી હોય તેવી કોઈ બાબત મળી નથી.

આ પણ વાંચોઃ ભાવનગરમાં વાવાઝોડાના કારણે કુલ 31,000 હેકટર પાકોમાં ભારે નુકસાન: સર્વે

ABOUT THE AUTHOR

...view details