- બગદાણા નજીક થયેલી હત્યાનાં આરોપીને સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી
- બગદાણાથી મહુવા આવતા રસ્તામાં થઈ હતી હત્યા
- ફરિયાદનાં આધારે મેવાંસા ગામના 5 લોકોની ધરપકડ કરાઈ
આ પણ વાંચો :કોર્ટે આઝાદ ચોક મહિલા મર્ડર કેસના આરોપીને જન્મટીપની સજા ફટકારી
ભાવનગર: મહુવા નજીક બગદાણા પોલિસ મથક હેઠળનાં દેગવડા ગામ નજીક સુરત અને મુંબઈનાં બિલ્ડર બટુકભાઈ અને તેમના પત્ની વિલાસબેન બગદાણાથી મહુવા તરફ આવી રહ્યાં હતા, ત્યારે તેમને રસ્તા વચ્ચે ફોર્ચુનર ગાડી ઉભી રાખીને છરી અને તલવારનાં ઘા મારીને બટુકભાઈની હત્યા કરી અને તેમના પત્નીને ઇજા પહોંચાડી ચારથી પાંચ શખ્સો ફરાર થઈ ગયા હતા. આ બનાવ બાદ બટુકભાઈનાં પત્ની વિલાસબેને બગદાણા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદનાં આધારે મેવાંસા ગામના 5 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.