ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાવનગર સેશન્સ કોર્ટમાં નિવેદન આપવા આવેલા પોલીસ અધિકારીએ માસ્ક ન પહેરતા રૂ.1 હજારનો દંડ

દેશમાં કાયદો બધા માટે સરખો હોવાનો દાખલો ભાવનગર કોર્ટનાં એક જજ દ્વારા આપવામાં આવ્યો છે. એક કેસની સુનાવણી દરમિયાન પોલીસ અધિકારીએ માસ્ક ન પહેર્યુ હોવાથી જજે 1 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

ભાવનગર સેશન્સ કોર્ટમાં નિવેદન આપવા આવેલા પોલીસ અધિકારીએ માસ્ક ન પહેરતા રૂ.1 હજારનો દંડ
ભાવનગર સેશન્સ કોર્ટમાં નિવેદન આપવા આવેલા પોલીસ અધિકારીએ માસ્ક ન પહેરતા રૂ.1 હજારનો દંડ

By

Published : Feb 15, 2021, 5:11 PM IST

  • ભાવનગરમાં લોકોને ઉદાહરણ પૂરુ પાડતી ઘટના
  • PI કક્ષાનાં અધિકારી માસ્ક પહેર્યા વગર કોર્ટમાં પહોંચ્યા
  • જજ દ્વારા PI ને 1 હજારનો દંડ, કાર્યવાહી કરવા આપી સૂચના

ભાવનગર: પાલીતાણા ટાઉનના પૂર્વ PSI અને હાલમાં પાટણમાં PI તરીકે ફરજ બજાવતા વિજયસિંહ પરમાર જુબાની આપવા માટે ભાવનગર કોર્ટમાં ગયા હતા. જ્યાં માસ્ક ન પહેરવા બદલ કોર્ટે દંડ ફટકારીને IG કક્ષા સુધી હુકમ કરીને પગલાં ભરવા આદેશ કર્યો હતો.

રેન્જ IGને તપાસ કરીને પગલાં ભરવા જણાવ્યું

ભાવનગરના પાલીતાણા ટાઉનમાં 2013માં PSI તરીકે ફરજ બજાવનાર વિજયસિંહ પરમાર જુબાની આપવા ભાવનગરની સેશન્સ કોર્ટમાં 2013ના એક ગુનામાં જુબાની આપવા ગયા હતા. 12 તારીખનાં શુક્રવારે જજ આર ટી વચ્છાણીની કોર્ટમાં જુબાની માટે કોર્ટનાં જાહેરનામનો ભંગ કરીને માસ્ક પહેર્યા વગર પ્રવેશ કરતા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજરનું ઉલ્લંઘન કરતા જજ સાહેબ દ્વારા મૌખિક ઠપકો આપીને માસ્ક નહિ પહેરવા બદલ રૂપિયા 1000નો દંડ કરવામાં આવ્યો હતો. વિજયસિંહ પરમાર હાલ પાટણમાં PI હોવાથી પાટણનાં IG અને SPને જાણ કરીને પગલાં ભરવા અને તેનો જવાબ કોર્ટને આપતો હુકમ કર્યો હતો. PI કક્ષાના અધિકારી નિયમોનું ઉલ્લંઘન કરે તો તેની સામે પણ દંડાત્મક કાર્યવાહી થઈ શકે છે, તેવો દાખલો કોર્ટ દ્વારા બેસાડવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details