ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાવનગરના ફુલસરમાં યુવકની બોથડ પદાર્થ મારીને હત્યા, પોલીસે તપાસ હાથ ધરી - ભાવનગર હત્યા

ભાવનગરમાં રાત્રે ફુલસર વિસ્તારમાં રહેતા મિસ્ત્રી યુવકની બોથડ હથિયાર વડે માર મારી હત્યા કરવામાં આવી હતી યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું છે. પોલીસે આ મામલે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

bhvanagaat
bhavangar

By

Published : Jan 25, 2021, 10:25 AM IST

  • ફુલસર ગામે અજાણ્યા શખ્સોએ જાહેરમાં યુવકની હત્યા
  • અજાણ્યા ઈસમો ઢોર માર મારી હત્યા કરી ફરાર
  • પોલીસે આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી

ભાવનગરઃ ભાવનગરમાં ફુલસર વિસ્તારમાં આવેલા જુના જકાતનાકા પાસે અજાણ્યા શખ્સો દ્વારા 22 વર્ષીય યુવકની પ્રાથમિક દ્રષ્ટિએ બોથડ પદાર્થ મારીને હત્યા કરવામાં આવી હતી. આ બનાવ બાદ 108 દ્વારા યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવે તે પહેલા જ તેનું મોત થઈ ગયુ હતું. આ મામલે પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.

ભાવનગરના ફુલસરમાં યુવકની બોથડ પદાર્થ મારીને હત્યા

ભાવનગર શહેરમાં માર મારી યુવકની હત્યા

ભાવનગર શહેરના માર્કેટિંગ યાર્ડથી ફુલસર ગામ વિસ્તારમાં પ્રવેશતા જુના જકાતનાકા પાસે અને ફુલેશ્વર મહાદેવ મંદિર સામે અજાણ્યા ઈસમો દ્વારા એક યુવકને હથિયારો વડે ઢોર મારવામાં આવતા યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. યુવકનું મોત થયા ઈસમો ત્યાંથી નાસી છુટયા હતાં.આ ઘટના બનતા જ 108ની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પરંતુ યુવક હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેનુ મોત થઈ ગયું હતું. હત્યા અંગે પોલીસે જાણ થતાં પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

પોલીસે આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી
હત્યા પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી

ભાવનગરના ફુલસર ગામના રસ્તે આવતા જુના જકાતનાકા પાસે અજાણ્યા ઈસમોઅ યુવકને બોથડ પદાર્થ વડે માર માર્યો હતો. યુવકને ઢોર માર માર્યો હોવાથી યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને લોહીલુહાણ થઈ ગયો હતો. શખ્સો દ્વારા એટલી હદે માર મારવામાં આવ્યો હતો કે યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ અંગે પોલીસને જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસમાં મૃતકનુ નામ મયુર પ્રવીણભાઈ મકવાણા 22 વર્ષીય મિસ્ત્રી હોવાનું ખુલ્યું છે. યુવાન ફુલસરના રાધાકૃષ્ણ સોસાયટીમાં શિવશક્તિ હોલ પાસે રહેતો હતો. આ હત્યા પાછળ કોણ અને શું કારણો છે તે જાણવા તેમજ હત્યા કરીને નાસેલા લોકોને ઝડપી ચક્રોગતિમાન કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details