- ભાવનગરમાં અલંગ ખાતે પ્લોટ નંબર 1માં બની ઘટના
- શિપની ટાંકી સાફ કરવા માટે એક મજૂર ટાંકીમાં ઉતર્યો હતો
- દાઝી ગયેલા મજૂરને હોસ્પિટલમાં ડોક્ટરે મૃત જાહેર કર્યો
આ પણ વાંચોઃજેતપુરના મોટા ગુંદાળા ગામે પિતાની હત્યાના આરોપી પુત્રને પોલીસે ઝડપ્યો
આ પણ વાંચોઃજેતપુરના મોટા ગુંદાળા ગામે પિતાની હત્યાના આરોપી પુત્રને પોલીસે ઝડપ્યો
ભાવનગરઃ જિલ્લાના અલંગ ખાતે પ્લોટ નંબર 1માં શિપ કટિંગની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન પ્લોટમાં શિપમાંથી નિકળેલી લોખંડની ટાંકી સાફ કરવા એક મજુર અંદર ઉતર્યો હતો. જોકે, અચાનક જ ટાંકીમાં આગ ફાટી નીકળી હતી, જેના કારણે આ મજૂર દાઝી ગયો હતો. જોકે, તાત્કાલિક મજૂરને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ હોસ્પિટલમાં તેનું મોત નીપજ્યું હતું. તમામ લોકોએ દાઝી ગયેલા મજૂરને સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો. આ ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃસુરતમાં BJPના લખાણવાળી કારમાં થતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ