ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાવનગરમાં જાહેર રસ્તા પર ગેસવાળી કારમાં આગ, ફાયર બ્રિગેડે આગ કાબૂમાં લીધી - ભાવનગરમાં ગેસવાળી કારમાં આગ

ભાવનગર શહેરના ગંગાજળિયા તળાવની પાળ પાસે મારુતિ વાનમાં ધુમાડા નીકળતા તેમાં જોતા તેના એન્જીનના ભાગમાં આગ લાગી હતી. કાર ચાલક સમયસૂચકતા વાપરી બહાર નીકળી ગયો હતો. જ્યારે ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી આગ વિકરાળ સ્વરુપ ધારણ કરે તે પહેલા જ આગને કાબૂમાં લીધી હતી.

ભાવનગર
ભાવનગર

By

Published : Jul 14, 2020, 6:30 PM IST

ભાવનગર: શહેરના ગંગાજળિયા તળાવની પાળ પાસે મારુતિ વાનમાં ધુમાડા નીકળતા નીચે જોતા તેના એન્જીનના ભાગમાં આગ લાગી હતી. જો કે આગ મોટું સ્વરૂપ લે તે પહેલાં જ ફાયર બ્રિગેડ પહોંચીને લાગેલી સામાન્ય આગને બુઝાવી દીધી હતી. આરટીઓ માન્ય ગેસ કીટ હોવા છતાં કારમાં આગ લાગવાના બનાવો બની રહ્યા છે.

ભાવનગરમાં જાહેર રસ્તા પર ગેસવાળી કારમાં આગ, ફાયરે આગ કાબૂમાં લીધી

ભાવનગર શહેરના મોતીબાગ નજીક સાગર કોમ્પ્લેક્સ સામે અચાનક કાર સળગી ઉઠી હતી. મારુતિ વાનમાં ધુમાડા નીકળતા કાર ચાલક કાર મૂકીને બહાર નીકળી ગયો હતો, કારમાં લાગેલી આગને પગલે ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક પહોંચીને લાગેલી સામાન્ય આગને પણ બુઝાવી હતી. જાહેર રસ્તા વચ્ચે બનેલા બનાવમાં કોઈ જાનહાની થવા પામી ન હતી અને કાર વધુ સળગે તે પહેલાં ફાયર ટીમે આગ બુઝાવી દીધી હતી.

ગેસ ધરાવતી કારમાં પણ વારંવાર આગ લાગવાના બનાવો બનેલા છે ત્યારે વધુ એક બનાવ ભાવનગરના ગંગાજળિયા તળાવની પાળ પાસે સાગર કોમ્પ્લેક્સની સામે બન્યો હતો.

ABOUT THE AUTHOR

...view details