ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાવનગર: મોરચંદ ગામના ખેડૂતે ઋષિ પરંપરા પ્રમાણે ખેતી કરી ચીંધ્યો નવો રસ્તો - દેશી ગાય આધારિત ખેતી

ભાવનગર જિલ્લાના મોરચંદ ગામના પ્રગતિશીલ ખેડૂતે અર્વાચીન કૃષિ પદ્ધતિ અપનાવી પર્યાવરણની રક્ષા સાથે મબલખ કૃષિ ઉત્પાદન મેળવ્યું છે. આ સાથે જ ખેડૂતે જંતુનાશક રસાયણ મુક્ત ખેતીની અનોખી પહેલ પણ કરી છે.

ETV BHARAT
મોરચંદ ગામના ખેડૂતે ઋષિ પરંપરા પ્રમાણે ખેતી કરી ચીંધ્યો નવો રસ્તો

By

Published : Jul 27, 2020, 8:44 PM IST

ભાવનગર: ભારત કૃષિ પ્રધાન દેશ છે. દેશમાં મોટા ભાગના લોકો ખેતી પર નિર્ભર છે. દેશની ઈકોનોમીમાં પણ ખેતીનો મોટો સિંહફાળો છે. એક તરફ પરદેશની અત્યાધુનિક ખેતી તરફ આપણા દેશના ખેડૂતો વળ્યા છે, ત્યારે અધ:પતન નોતરતી અને પર્યાવરણનું નિકંદન કાઢતી આ ખેતી સામે સ્વદેશી ખેતીનું પાસું પણ મજબૂત બની રહ્યું છે.

મોરચંદ ગામના ખેડૂતે ઋષિ પરંપરા પ્રમાણે ખેતી કરી ચીંધ્યો નવો રસ્તો

આ સ્વદેશી ખેતી કોઈ નવી કૃષિ પદ્ધતિ નથી, પરંતુ અર્વાચીન કાળમાં ઋષિ-મુનિઓએ સૂચવેલી વાસ્તવિક ખેતી છે. દેશના અનેક રાજ્યોમાં આવી દેશી ગાય આધારિત ખેતીનું ચલણ વધી રહ્યું છે. ગાયના ગૌ-મૂત્ર તથા અનાજનો લોટ અને વડની છાયા તળેથી લીધેલી માટીનો ઉપયોગ કરી પાણીના મિશ્રણ સાથે જીવામૃત તૈયાર કરવામાં આવે છે.

આ જીવામૃતને જમીન કે પાકને આપી ફળદ્રુપ ખેતી થકી કીટનાશક સાથે અઢળક કૃષિ ઉત્પાદન મેળવી શકાય છે. જે ભાવનગરના પ્રગતિશીલ ખેડૂતે સિદ્ધ કરી છે. આ ખેડૂત પાસે 70 વીઘા જમીન છે અને ગત ઘણા વર્ષોથી તે ગાય આધારિત ખેતી કરી કૃષિક્ષેત્રે ક્રાંતિકારી પરિણામો મેળવી અનેક ધરતીપુત્રો માટે પ્રેરણામૂર્તિ બન્યા છે.

ABOUT THE AUTHOR

...view details