ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાવનગરના પ્રતિષ્ઠિત વેપારીએ પ્રેસ કોન્ફરન્સ કરી ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ સહિત 6 સામે ગંભીર આક્ષેપ કર્યા - leveled allegations against six people

ભાવનગરના પૂર્વ ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી સામે ભાવનગરના પ્રતિષ્ઠિત વેપારી અને ઉદ્યોગકારે બાયો ચડાવીને એક પત્રકાર પરિષદ બોલાવી હતી. તેમની મિલકતમાં બાંધકામ મામલે સત્તાનો દુરુપયોગ કરીને તેમને 12 કરોડનું નુકશાન કર્યાનો આક્ષેપ કર્યો છે. જેમાં પૂર્વ ભાજપ પ્રદેશ પ્રમુખ અને મનપાના કમિશ્નર સહિત 6 લોકોનો સમાવેશ થાય છે. વેપારી એવા દિગ્વિજયસિંહ જાડેજાએ આગામી દિવસોમાં દરેક લોકો સામે ફોજદારી કાર્યવાહીની તૈયારી બતાવી છે અને હાલની સરકારમાં ચાલતા શાસન પગલે સરકાર સામે સવાલો ઉભા કરી દીધા છે.

ભાવનગરના પ્રતિષ્ઠિત વેપારીએ પ્રેસ કોન્ફરન્સ કરી ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ સહિત 6 સામે ગંભીર આક્ષેપ કર્યા
ભાવનગરના પ્રતિષ્ઠિત વેપારીએ પ્રેસ કોન્ફરન્સ કરી ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ સહિત 6 સામે ગંભીર આક્ષેપ કર્યા

By

Published : Oct 24, 2020, 5:29 AM IST

  • ભાજપ પૂર્વ પ્રદેશ પ્રમુખ સહિત 6 સામે ગંભીર આક્ષેપો
  • ભાવનગરના વેપારીએ જીતુ વાઘાણી સામે ગંભીર આક્ષેપો કર્યા
  • વેપારીએ પ્રેસ કોન્ફરન્સ કરી આપી માહિતી

ભાવનગરઃ શહેરના ઉદ્યોગકાર અને વેપારી એવા દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા એક પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી. પત્રકાર પરિષદમાં પૂર્વ પ્રદેશ પ્રમુખ સહિત ભાવનગર મહાનગરપાલિકાના કમિશ્નર સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. આશરે કુલ 6 લોકો સામે આક્ષેપ સાથે આર્થિક નુકશાન પહોચાડ્યાનું હોવાનું જણાવીને પોલીસ ફરિયાદ કરવા સુધીની ચીમકી વેપારીએ ઉચ્ચારી છે.

ભાવનગરના પ્રતિષ્ઠિત વેપારીએ પ્રેસ કોન્ફરન્સ કરી ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ સહિત 6 સામે ગંભીર આક્ષેપ કર્યા

વેપારીના પૂર્વ પ્રદેશ પ્રમુખ સહિત અન્ય વ્યક્તિ પર આક્ષેપો

ભાવનગરના પ્રતિષ્ઠિત વેપારી અને ઉદ્યોગકાર દિગ્વિજયસિંહ જાડેજાએ એક પત્રકાર પરિષદ બોલાવીને તેમની મિલકતમાં નુકશાની પહોચાડી હોવાનો ગંભીર આક્ષેપ પૂર્વ પ્રદેશ પ્રમુખ અને મહાનગરપાલિકાના કમિશ્નર અને અધિકારી સામે આક્ષેપ કર્યા છે. તેમની મિલકત પગલે કરાયેલી કાર્યવાહીને લઈને તેમને હાઇકોર્ટમાં પણ પડકારી હોવાનું જણાવ્યું છે. એટલું જ નહિ તેમને ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીને મુખ્ય ગણાવી આક્ષેપો કર્યા છે.

ભાવનગરના પ્રતિષ્ઠિત વેપારીએ પ્રેસ કોન્ફરન્સ કરી ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ સહિત 6 સામે ગંભીર આક્ષેપ કર્યા

ABOUT THE AUTHOR

...view details