- ટ્રોસ નામનું પેસેન્જર જહાજ અલંગમાં ભંગાણ અર્થે લાવવામાં આવ્યું
- વર્ષ 1973માં ફિનલેન્ડ ખાતે આ જહાજ બનાવવામાં આવ્યું હતું
- 10 માળ લક્ઝ્યૂરિયસ ક્રુઝ જહાજ પ્લોટ નંબર 120માં ભંગાવા બીચ થયું
- જહાજમાં સિનેમા, સ્વીમિંગ પૂલ, 2 ડાઈનિંગ રૂમ, 6 લાઉન્જ બાર, સ્પા, સલૂન, કસિનો, બૂટિક, જિમ સહિતની અનેક સવલતો
- 177 મીટર લાંબુ, 25 મીટર પહોળા આ ક્રૂઝ શિપમાં 900 પ્રવાસીઓની ક્ષમતા છે તથા 300 ક્રૂ મેમ્બરો સામેલ થઈ શકે
ભાવનગર: વૈશ્વિક મહામારી કોરોનાના કારણે સૌથી વધુ ક્રૂઝ ઈન્ડસ્ટ્રીઝ (Cruise Industries) પ્રભાવિત થયું છે. વૈભવી સવલતો ધરાવતા જહાજો ફરવાના સ્થળોએ પ્રવાસીઓના પરિવહનમાં જોડાયેલા હોય છે. છેલ્લા 9 મહિનામાં 9 ક્રૂઝ જહાજ અલંગની અંતિમ સફર પૂર્ણ કરી છે. અલંગ શિપબ્રેકિંગ યાર્ડ (Alang Shipbreaking Yard)ના પ્લોટ નંબર 120માં વધુ એક ટ્રોસ નામનું 10 માળ ધરાવતું લક્ઝ્યૂરિયસ ક્રૂઝ જહાજ ભંગાવવા માટે બીચ થયું છે. આ જહાજ 1973માં ફિનલેન્ડ ખાતે બનાવવામાં આવ્યું હતું. આ જહાજ 177 મીટર લાંબુ, 25 મીટર પહોળા આ ક્રૂઝ શિપમાં 900 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતું અધ્યતન સગવડતાઓમાનું એક જહાજ મનાય છે.
આ પણ વાંચો-અલંગમાં જહાજમાંથી નીકળતા કચરાને સળગાવવા છતાં પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડને કશું નથી મળતું
૯ મહિના દરમિયાન 9 જહાજોએ પોતાની અંતિમ સફર પૂર્ણ કરી નામશેષ થયા
છેલ્લા 2 વર્ષથી ચાલતી વેશ્વિક કોરોના મહામારીની વ્યાપક અસર માનવજીવન તેમ જ ઉદ્યોગજગત પર મોટી અસર જોવા મળી રહી છે. એમાં પણ જો શિપિંગ તેમ જ ક્રૂઝ જહાજોની વાત કરીએ તો સૌથી વધુ અસર વૈભવી સગવડતાઓ ધરાવતા ક્રૂઝ શિપ પર જોવા મળી રહી છે.