ભાવનગરઃ દુનિયામાં દુર્લભ એવાં સુંદર અને નયનરમ્ય કાળીયાર હરણો ભાવનગર જિલ્લાના ભાલ પંથકમાં આવેલા કાળીયાર નેશનલ અભ્યારણ્યમાં સચવાયેલા છે, ત્યારે આ અબોલ જીવોની સુરક્ષા વ્યવસ્થા સંભાળતા તંત્ર ઉપર પ્રશ્નાર્થ સર્જાયો છે. કારણ કે, માત્ર 4 દિવસનાં ટૂંકા સમય ગાળામાં 9-9 કાળીયારોના મોત થયાં છે.
ભાવનગર રેન્જમાં 9 કાળીયારના મોત - news of bhavnagar
ભાવનગર જિલ્લાના રાષ્ટ્રીય ઉદ્યાન વેળાવદર કાળીયાર અભ્યારણ્યમાં ભારે વરસાદને કારણે ભરાયેલા પાણીમાં 9 કાળીયારો ડૂબી જવાથી કુતરાઓએ ફાડી ખાદ્યા હતા. આ ઘટના તાજી જ છે, ત્યાં ભાવનગર વન વિભાગ હેઠળના વિસ્તારમાં રવિવારે વધુ 9 કાળીયારોના મૃતદેહો મળી આવ્યા છે. જેથી ભારે ચકચાર મચી છે.
![ભાવનગર રેન્જમાં 9 કાળીયારના મોત ETV BHARAT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8705371-thumbnail-3x2-m.jpg)
થોડા દિવસ અગાઉ બોટાદ જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે નદીઓમાં ભારે પૂર આવ્યું હતું. જે ભાવનગર નજીક આવેલા જૂના બંદરની ખાડીમાં આવ્યું હતું, પરંતુ નદીઓના માર્ગમાં બાધારૂપ મીઠાના અગરો માટે બનાવાયેલા પાળાઓના કારણે પૂરના પાણી કાળીયાર હરણોના રહેઠાણોમાં ઘૂસી ગયાં હતાં. જેથી 9 કાળીયારો ડૂબી ગયાં હતાં. જે શિકારી કુતરાઓની ઝપેટમાં આવી જતાં મોતને ભેટ્યા હતાં. આ ઘટના તાજી જ છે, ત્યાં ભાવનગર રેન્જમાં ઘેલો અને કાળુભાર નદીનું પાણી કરદેજ ગામની સીમમાં ફરી વળ્યું છે. જેને કારણે કાળીયારો પાણીમાં ફસાયા છે.
વન વિભાગે રવિવારે સવારથી જ પાણીમાં ફસાયેલા કાળીયારનું રેસ્ક્યૂ શરૂ કર્યું હતું. જેમાં 9 કાળીયારના મૃતદેહો મળી આવ્યા છે.