ગુજરાત

gujarat

દલિતોના જમીન મામલે રાજ્યમાં 6 આંદોલન કરવામાં આવશે: જીજ્ઞેશ મેવાણી

By

Published : Dec 3, 2019, 10:21 PM IST

ભાવનગર: રાજ્યમાં 6 ડિસેમ્બરે 6 દિશાના 6 ગામમાં દલિતોની કાયદેસર જમીન છે. જેને માથાભારે તત્વો હડપ કરીને બેઠા છે. આ જમીન મુક્ત કરાવવા આંદોલન છેડવામાં આવશે. જેમાં કોઈ રોડા નાખશે તો જવાબદારી રૂપાણી સરકારની રહેશે બાકી ગમે તે થઇ શકે છે, તેની જવાબદારી અમારી કહીને જિજ્ઞેશ મેવાણીએ ખુલ્લી ચીમકી ઉચ્ચારી છે.

6 movements in the state for the land affairs of Dalits
દલિતોના જમીન મામલે રાજ્યમાં 6 આંદોલન

રાજ્યમાં 6 તારીખે રાજ્યના 6 દિશાના 6 ગામમાં દલિત અધિકાર મંચ હેઠળ જીજ્ઞેશ મેવાણીએ 6 ટીમોને આંદોલન કરવા માટે મોકલી છે. આ આંદોલન દલિતોને અપાયેલી જમીન પર તેમનો હક મળી રહે માટે કરવામાં આવી રહ્યું છે. જીજ્ઞેશ મેવાણીએ ભાવનગરમાં પત્રકાર પરિષદ યોજીને સરકારને ખુલ્લી ચીમકી ઉચ્ચારી હતી કે, સરકારે દલિતોને જમીન અપાવવી જોઈએ, પરંતુ તે અપાવતી નથી માટે હવે દલિત અધિકાર મંચ આંદોલનનું રણશિંગું ફુંકશે અને તેમાં કોઈ વચ્ચે આવશે તો જવાબદારી સરકારની રહેશે.

દલિતોના જમીન મામલે રાજ્યમાં 6 આંદોલન

જીજ્ઞેશ મેવાણીએ આક્ષેપ કર્યો હતો કે, હાલની સરકારને બહુમત હોવાથી તેઓના પેટનું પાણી હલે તેમ નથી માટે અમારે આંદોલન કરવા પડે અને મીડિયા તેને ગુજરાતની પ્રજા સમક્ષ મુકે તે જરૂરી બન્યું છે.

કચ્છના રાપર, ભચાઉ, બનાસકાંઠાનું સુઈ ગામ, વલભીપુરનું જાળિયા, અમરેલીનું ખાંભા આમ 6 તાલુકામાં 6 ટીમ જઈને 20થી 35 વર્ષથી દલિત ખેડૂતને પોતાના હકની જમીન અપાવવા માટે આંદોલન કરવામાં આવશે. જેમાં મેવાણીએ ચીમકી ઉચ્ચારી કે, કાંઈ પણ થશે તો જવાબદારી રૂપાણી સરકારની રહેશે.

ABOUT THE AUTHOR

...view details