- ભાવનગર જિલ્લામાં કુલ 50થી 60 જેટલી જીનિંગ મિલો
- 50 ટકા જેટલી જીનિંગ મિલો બઝારમાં સ્થિર કિંમત નહિ મળવા તેમજ RCMના કારણે બંધ હાલતમાં
- RCM કાયદામાં ફેરફાર કરવા માગ કરવામાં આવી
ભાવનગર: જીનિંગ મિલોમાં મુખ્યત્વે કપાસનો ટ્રેસિંગ કરવાની કામગીરી કરવામાં આવતી હોય છે. જિલ્લામાં કુલ 50 થી 60 જેટલી જીનિંગ મિલો આવેલી છે. જેમાંથી 50 ટકા જેટલી જીનિંગ મિલો બજારમાં સ્થિર કિંમત નહીં મળવા તેમજ RCMના કારણે બંધ હાલતમાં જોવા મળી રહી છે. જીનિંગ મિલ માલિકોને સરકાર દ્વારા RCM કાયદા હેઠળ ભરવામાં આવતી 5 ટકા જેટલી રકમના રોકાણના કારણે ભારે મુશ્કેલી સાથે જીનિંગ મિલ ઉદ્યોગને ચલાવવામાં આવી રહ્યો છે. જીનિંગ મિલ માલિકો દ્વારા સરકાર પાસે RCM કાયદામાં ફેરફાર કરીને જીનિંગ મિલોને થતી નુકસાનીમાંથી બહાર કાઢી ઉદ્યોગને વિકસાવવા માગ કરવામાં આવી રહી છે.
RCM કાયદાના કારણે 50 ટકા મિલો બંધ શા માટે જીનિંગ મિલધારકો મુશ્કેલીમાંદર વર્ષે ખેડૂતો દ્વારા ઉત્પાદન કરેલા કપાસને જીંનિગ મિલો દ્વારા ખરીદવામાં આવતો હોય છે અને આ જીનિંગ મિલો દ્વારા કપાસને જીંનિગ મિલમાં ટ્રેસિંગ કરીને પાકું સફેદ રૂ તૈયાર કરીને વેચાણ કરવાની કામગીરી કરવામાં આવે છે. ભાવનગર જિલ્લામાં 50થી 60 જેટલી જીંનિગ મિલો આવેલી છે. જેમાંથી 32 જેટલી જીંનિગ મિલો માત્ર તળાજા તાલુકામાં આવેલી છે. જેમાંથી 50 ટકા જેટલી મિલો બઝારમાં કિંમત સ્થિર નહીં મળતી હોવાના કારણે તેમજ સરકાર દ્વારા જીંનિગ મિલો દ્વારા વેચાણ કરવામાં આવતા મટિરીયલ પર 5 ટકા જેટલી RCM ડ્યૂટીના કારણે મિલ માલિકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
આ પણ વાંચો:કોલકાતા: પરવાનગી હોવા છતાં જૂટ મીલો નહીં ખોલાતા કામદારો નિરાશ
ક્યાં કારણોસર જીંનિગ મિલો બંધ કરવા મજબૂર
લોકડાઉન પહેલા જીંનિગ મિલોને કપાસની સારી આવક થતા કિંમત પણ સારી મળતા ઘણી ખરી ચાલુ જોવા મળતી હતી, પરંતુ કોરોના સંક્રમણ દરમિયાન લોકડાઉન થવાના કારણે કપાસની આવક પણ નહિવત થઈ જતા કાચા માલની કિંમતમાં ઘણો ખરો ભાવ ધટાડો થતા મિલોને મોટી નુકસાની સાથે કામગીરી ચાલુ રાખવી પડી રહી છે. ઉપરાંત સરકાર દ્વારા મિલો પર RCM કાયદા હેઠળ મિલ માલિકોને તૈયાર કરેલા મટીરીયલ વેચાણ કરતા પહેલા 5 ટકા જેટલી રકમની ડ્યૂટી નિયમ અનુસાર બેંકોમાં ભરવી પડે છે. જે રકમ માલ વેચાણ થયા પછી રીફંડ મળતી હોય છે. જેના કારણે મોટાભાગના મિલ માલિકોની રકમ આ RCM કાયદાના કારણે રોકાણ થઈ જવાના કારણે મિલો બંધ કરવા મજબૂર બનતા મિલો બંધ થઈ રહી છે.
આ પણ વાંચો:સુરતમાં પ્રોસેસર્સ બિઝનેસમાં GST દર ન ઘટાડતા 50 મિલો થઇ બંધ
શું કહી રહ્યા છે જીંનિગ એસોસિએશન પ્રમુખ
જીનિંગ મિલ ઉદ્યોગ સાથે સંકળાયેલ વેપારીઓ અને મિલ માલિકો દ્વારા સરકાર પાસે માંગ કરતા તળાજા જીંનિગ મિલ એસોસિએશન પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું કે, RCM કાયદાને કારણે ઘણી ખરી મિલો બંધ થઈ ગઈ છે તેમજ કેટલીક મિલો આર્થિક રોકાણના ભરડામાં સપડાઈ જતા બંધ થવાની કગાર પર સવાર થઈ રહી છે. સરકાર દ્વારા જીંનિગ ઉદ્યોગને બંધ થતો અટકાવવા તેમજ મિલોને થતા નુકસાનમાંથી બહાર કાઢવા માટે RCM કાયદામાં ફેરફાર કરવા માગ કરવામાં આવી રહી છે.