- ભાવનગર સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી જેમાં 17 ઠરાવો સહિત ચાર અધ્યક્ષ સ્થાને ઠરાવ
- આખા શહેરને ફાયરના સાધનોનો દંડ ઝીંકતી મનપાની 47 શાળાઓ ફાયર સાધનોવિહોણી
- 55 શાળાના 47 બિલ્ડિંગ માટે 1.22 કરોડના ટેન્ડરને આપવામાં આવી લીલી ઝંડી
- વિપક્ષના નેતા અને ડેપ્યુટી મેયરને આપશે જૂની કાર અને તેમના નામે નવી કાર ખરીદી મેયર ચેરમેન વાપરશે
ભાવનગરઃ મહાનગરપાલિકાની (Bhavnagar Municipal Corporation) સ્ટેન્ડિંગ કમિટીમાં (Standing Committee) 17 ઠરાવ મંજૂર કરવામાં આવ્યા હતા. જોકે, અધ્યક્ષ સ્થાનેથી થયેલા આ 4 ઠરાવ કેટલાક પ્રશ્નો ઊભા કરી જાય છે. બીજી તરફ આખા ગામને ફાયરના સાધનો (fire safety equipment) ન હોવાથી દંડ ફટકારવામાં આવે છે, પરંતુ મહાનગરપાલિકાની 55 શાળાના (Schools of Bhavnagar) 47 બિલ્ડિંગમાં હજી પણ અસુરક્ષિત સાધનો (fire safety equipment) જ નથી. ત્યારે 1.22 કરોડ રૂપિયાનું હવે ટેન્ડર પાસ કરવામાં આવ્યું છે. તો નવી કારમાં પણ ઝોલમઝોલ જોવા મળે છે જાણો કઈ રીતે.
નવા વાહનો વિપક્ષના નેતાના નામે ખરીદાશે
ભાવનગર મહાનગરપાલિકાની (Bhavnagar Municipal Corporation) સ્ટેન્ડિંગ કમિટીની (Standing Committee) બેઠકમાં અધ્યક્ષસ્થાનેથી 4 ઠરાવોને મંજૂરી આપવામાં આવી છે. અસુરક્ષિત શાળાઓને (Schools of Bhavnagar) સુરક્ષિત કરવી તો મેયર સ્ટેન્ડિંગ ચેરમેન માટે નવા વાહનો વિરોધ પક્ષના નામે ખરીદી કરવામાં આવશે, જેનો વિપક્ષ વિરોધ (protested by Opposition Party)કરી રહ્યું છે. સાથે સિવિલ લેબ માટે જવાબદાર અધિકારીની નિમણૂક કરવામાં આવી હતી.
મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ અને વધુ નિર્ણય
ભાવનગર મહાનગરપાલિકાની (Bhavnagar Municipal Corporation) સ્ટેન્ડિંગ કમિટીની (Standing Committee) મળેલી બેઠકમાં ચેરમેન ધીરુ ધામેલિયા અને અધિકારીઓની ઉપસ્થિતિમાં વિકાસના અલગ અલગ 17 જેટલા ઠરાવોને મંજૂરી આપવામાં આવી હતી. 17 ઠરાવ બાદ પણ અધ્યક્ષ સ્થાનેથી ચાર ઠરાવોને મંજૂરી આપવામાં આવી હતી.
અધ્યક્ષ સ્થાનેથી ઠરાવોમાં મહાનગરપાલિકાની બેદરકારી છતી થઈ, કયા કયા નિર્ણયો?