ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાવનગરમાં દુકાનો પર ભીડ એકત્ર થતા મનપાની તવાઈ, 4 દુકાનો સીલ થઇ - Municipality of Bhavnagar sealed 4 shops

ભાવનગર શહેરમાં તંત્ર દ્વારા કોરોનાને લઇને ગાઈડલાઇન્સનું તેમજ જાહેરનામાનું પાલન કરાવવા સખત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે દુકાનો પર ભીડ એકત્ર ન થવા દેવા અંગે શહેરના દુકાનદારો પર તવાઈ બોલાવતા મનપાની ટીમ દ્વારા શહેરની અનેક દુકાનો સીલ કરી દેવામાં આવી છે જેના પગલે દુકાનદારો મુંઝવણમાં મુકાયા છે.

ભાવનગરમાં દુકાનો પર ભીડ એકત્ર થતા મનપાની તવાઈ, 4 દુકાનો સીલ થઇ
ભાવનગરમાં દુકાનો પર ભીડ એકત્ર થતા મનપાની તવાઈ, 4 દુકાનો સીલ થઇ

By

Published : Aug 14, 2020, 10:56 PM IST

ભાવનગર: ભાવનગર શહેરમાં વધતા જતા કોરોના કેસને પગલે તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેના અંતર્ગત દુકાનો પર ભીડ એકત્ર થવા પર પ્રતિબંધ છે. સોશીયલ ડિસ્ટન્સ તેમજ માસ્ક પહેરવા જેવા નિયમો ન પાળનાર સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ભાવનગરમાં દુકાનો પર ભીડ એકત્ર થતા મનપાની તવાઈ, 4 દુકાનો સીલ થઇ

ભાવનગર શહેરમાં મનપાની ટીમે શહેરના પોશ વિસ્તાર એટલે બિઝનેસ સેન્ટર અને મુખ્ય બજારમાં તપાસ હાથ ધરી હતી. બિઝનેસ સેન્ટરમાં એક દુકાન પર સાત જેટલા લોકો એકઠા થયા હતા અને સોશીયલ ડિસ્ટન્સનું પાલન પણ થયું ન હતું. જેને પગલે ચેકીંગમાં નીકળેલી ટીમ દ્વારા એવી દુકાનોને સીલ મારી દેવામાં આવ્યું હતું.

ભાવનગરમાં દુકાનો પર ભીડ એકત્ર થતા મનપાની તવાઈ, 4 દુકાનો સીલ થઇ

સમગ્ર કાર્યવાહીને પગલે વેપારી જગતમાં રોષ જોવા મળી રહ્યો છે. મનાઇ કરવા છતા પણ જો ભીડ ભેગી થાય તો તેમાં અમારો શું વાંક એમ કહી તેઓ તંત્રને કમાણી બંધ કરાવવા અંગે દોષ આપી રહ્યા છે.

ભાવનગરમાં દરેક દુકાનોને આપવામાં આવેલી માર્ગદર્શિકા પ્રમાણે પાલન ન થતા અંતે તંત્ર દ્વારા દુકાનોને કડક ભાષામાં સમજાવવાની ફરજ પડી છે. શુક્રવારે ચાર દુકાનોને લાગેલા સીલ બાદ અન્ય વેપારીઓ પણ આ અંગે જાગૃત થાય તે જરૂરી છે.

ABOUT THE AUTHOR

...view details