- 13 વર્ષની મલ્ટીપલ ડિસેબલ અનવી ઝાંઝરુકિયા રાષ્ટ્રપતિના હસ્તે વિશેષ પુરુસ્કૃત હાંસલ કરશે
- નાનપણથી હાર્ટ સર્જરી અને વાલ્વ લીકેજ હોવા છતાં યોગમાં સિદ્ધિ હાંસલ કરી
- સોંગ પર યોગ સામાન્ય બાળક 10 કરી શકે ત્યાં અનવી 20 યોગ કરીને ચોંકાવ્યા
- 3 ડિસેમ્બરે વિશ્વ ડિસેબલ દિવસે રાષ્ટ્રપતિના હસ્તે દિલ્હીમાં પુરુસ્કૃત મેળવશે
ન્યૂઝડેસ્ક : ભાવનગરના મૂળ વતની અને હાલમાં સુરત રહેતા ઝાંઝરુકિયા પરિવારની દિવ્યાંગ 13 વર્ષની દિકરી અનવી રાષ્ટ્રપતિના હાથે આગામી 3 ડિસેમ્બરે વિશ્વ યોગ દિવસે વિશેષ પુરુસ્કૃતથી સન્માનિત થવાની છે. ETV BHARATની બાલવીર શ્રેણીમાં અનવી પાસેથી સમાજ અને માતાપિતાએ શીખ લેવી જરૂરી બની જાય છે.
મલ્ટીપલ ડિસએબિલીટી ઘરાવતી 13 વર્ષની અનવીએ યોગમાં સિદ્ધિ પ્રાપ્ત કર્યું મહારથ અનવી ઝાંઝરુકિયા એક રબ્બર ગર્લ ભાવનગરના વિજયરાજનગરમાં રહેતા વિજયભાઈ ઝાંઝરુકિયાની પુત્રી અનવીનો જન્મ 2008માં થયો હતો. મૂળ ભાવનગરના અને હાલ સુરત રહેતા વિજયભાઈની અનવીનો જન્મ થતા તેમની સામે સમસ્યાઓનો પહાડ આવી પડ્યો હતો. અનવીને જન્મતાની સાથે હાર્ટ તકલીફ હતી તો મોટું આંતરડું 70 ટકા ખરાબ હતું.આથી પિતા વિજયભાઈ અને તેમની પત્ની અવનીબેને હિંમત હારી નહીં અને 3 માસની ઉંમરે મદ્રાસમાં અનવીની હાર્ટ સર્જરી કરાવી હતી. વિજયભાઈએ જણાવ્યું હતું કે અનવીના જન્મ બાદ તેની કાળજી લેવામાં આવી પણ દીકરી હતી તેને નોર્મલ બાળકો સાથે ભળવા માટે અમે મહેનત કરી અને નાનપણથી યોગ ક્ષેત્રે તેને સ્થાન અપાવ્યું હતું.
અનવીએ શું સિદ્ધિ હાંસલ કરી 13 વર્ષની ઉમરે મલ્ટીપલ ડિસેબલ હોવા છતાં
અનવી બોલી શક્તિ નથી પણ માતાપિતાની મહેનતે યોગ ક્ષેત્રે તેને આગળ ધપાવવા મહેનત કરી અને અનવી રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ આગળ વધીને મેડલ્સ પ્રાપ્ત કર્યા છે. અનવીના પિતા વિજયભાઈએ જણાવ્યું હતું કે તેની માઇટ્રોવલ હજુ લિકેજ છે. નોર્મલ બાળકોને જે યોગ શીખતાં 7 થી 8 વર્ષ લાગે તેને અનવીને ત્રણ થી ચાર માસમાં શીખી લીધા છે. હાલમાં યોજાયેલી સ્પર્ધામાં અનવીએ જે નોર્મલ બાળકોને 3 મિનિટમાં 10 આસન કરવાના હોય ત્યાં અનવીએ 20 આસન કરતા જજ પણ અને તેની ટીમ પ્રભાવિત થઈ હતી અને ટીમે ઇનામ આપ્યું હતું. આગામી 3 ડિસેમ્બરના રોજ વિશ્વ વર્લ્ડ ડિસેબલના દિવસે પુરુસ્કૃત રાષ્ટ્રપતિના હસ્તે એનાયત કરવામાં આવશે.
કોઇની પણ સફળતામાં માતાનો ફાળો હોય છે અદ્વિતીય
અવનીના જન્મથી લઈને અન્વીને આગળ ધપાવવા માટે માતા અવનીબેને માતા તરીકે અદ્વિતીય ફાળો આપ્યો છે. અવનીબેને જણાવ્યું હતું કે અનવીના જન્મ સમયે તેની તકલીફ જાણ્યા બાદ અમે ખૂબ ચિંતિત થઈ ગયા હતા પરંતુ ડોકટર અને તજજ્ઞો પાસેથી માહિતી મેળવીને તેને સામાન્ય બાળકો સમાન બનાવવા માટે અમે યોગ ક્ષેત્રે તેને આગળ લઈ જવાનું નક્કી કર્યું હતું. હું રોજ તેની પાછળ એક કલાક યોગ શીખવવા સમય આપું છું.