- શાળા નંબર 3માં રિયાલિટી ચેક કરતા શાળાની દુર્દશા આચાર્યએ જ વ્યક્ત કરી
- વિદ્યાર્થીનો પ્રવેશ વાલીએ અટકાવીને સ્થાનિક તંત્રના મોઢા પર તમાચો માર્યો
- 3 બિલ્ડીંગો જર્જરિત હોવાની શાળા કક્ષાએથી ફરિયાદો આપવામાં આવેલી છે
ભાવનગર: 45 શાળાઓ પૈકી 3 શાળાઓ જર્જરિત હાલતમાં છે. જેમાં ETV BHARAT એ શાળા નંબર 3માં રિયાલિટી ચેક કરતા શાળાની દુર્દશા આચાર્યએ જ વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે ફરિયાદો કરી છે પણ પરિણામ શૂન્ય છે. ETV BHARATની સામે એક વાલીએ પોતાના બાળકનો પ્રવેશ રદ કરાવવા આવ્યા હતા. કારણ કે, શાળા રીપેર હાલમાં થઈ શકે તેમ નથી. ખખડધજ શાળા જો ધરાશાયી થાય તો બાળકનો જીવ જોખમાય આથી પ્રવેશ રદ કરાવ્યો હતો. ચોમાસાની સિઝનમાં પાણી શાળામાં પડતું હોય છે. ભાવનગરની સરકારી શાળામાં વિદ્યાર્થીનો પ્રવેશ વાલીએ અટકાવીને સ્થાનિક તંત્રના મોઢા પર તમાચો માર્યો છે.
કુલ 55 શાળાના કુલ 45 બિલ્ડીંગ છે જ્યારે 2 ભાડાના મકાનમાં ચાલે છે
ભાવનગરની નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની કુલ 55 શાળાના કુલ 45 બિલ્ડીંગ છે. જ્યારે 2 ભાડાના મકાનમાં ચાલે છે 45 મહાનગરપાલિકાના બિલ્ડીંગ પૈકી 3 બિલ્ડીંગો જર્જરિત હોવાની શાળા કક્ષાએથી ફરિયાદો આપવામાં આવેલી છે. નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી યોગેશ ભટ્ટે જણાવ્યું હતું કે, ત્રણ ફરિયાદો શાળાની પાણી પડવાની આવેલી છે. જેમાં શાળા નંબર 25 AV સ્કૂલ, શાળા નંબર, 3 બાનુબેનની વાડી કુંભારવાડા અને શાળા નંબર 48 ચાવડીગેટની ફરિયાદો મળતા મહાનગરપાલિકાના જે તે વિભાગને મોકલી આપવામાં આવી છે અને સ્થાનિક કક્ષાએથી પણ રીપેર કરવા જણાવી દીધું છે.
આ પણ વાંચો:Government School Repaired: તમામ સરકારી સ્કૂલનું સમારકામ કરવામાં આવ્યું, નવા સત્રમાં વિદ્યાર્થીઓને મુશ્કેલી નહીં પડે
ETV BHARAT એ જર્જરિત શાળાનું રિયાલિટી ચેક અને સામે આવી વાસ્તવિકતા
ભાવનગર નગરપ્રાથમિક શિક્ષણ સમિતિને ફરિયાદ બાદ પણ શાળાને રીપેર નહિ કરતા તેનું પરિણામ ઝટકો આપતું આવ્યું છે. ETV BHARATની ટીમ કુંભારવાડા પછાત વિસ્તારમાં આવેલી બાનુબેનની વાડીમાં આવેલી શાળા નંબર 3નું રિયાલિટી ચેક કર્યું હતું. શાળાના આચાર્ય મિતુલભાઇ પટેલે જણાવ્યું હતું કે, શાળામાં ચોમાસામાં ઘણા સમયથી પાણી પડી રહ્યું છે. એટલું જ નહીં ગાબડાઓ પણ પડી રહ્યા છે. વારંવાર રીપેર કરવા છતાં ગાબડા પડે છે. શાળાનું બિલ્ડીંગ જમીનમાં ધસતું જાય છે. જેની વારંવાર ફરિયાદ કરવા છતાં હજુ સુધી નિકાલ આવ્યો નથી.
આ પણ વાંચો:ગાંધીનગર જિલ્લાની 1400થી જેટલી સ્કૂલોના 280 હજાર વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન શિક્ષણનો પ્રારંભ કરાયો
શિક્ષકોએ શું કહ્યું અને કેમ વાલીએ પ્રવેશ લેવાનું ટાળ્યું
ભાવનગરની કુંભારવાડા પછાત વિસ્તારમાં ગરીબી રેખા નીચે રહેતા લોકોના બાળકો અભ્યાસ કરવા માટે આવે છે. ત્યારે હાલમાં શાળામાં 460 બાળકોએ પ્રવેશ મેળવેલો છે. કોરોનાકાળમાં બાળકો વગર રહેલી શાળાને રીપેર કરવાનું મુહૂર્ત મળ્યું નથી. ત્યારે શિક્ષક કહે છે કે, જીવના જોખમે ભણાવીએ છીએ અને શાળાને મેદાન પણ નથી. જો કોઈ ઘટના ઘટે તો ભાગવાનો પણ મોકો મળે નહીં. ત્યારે ETV BHARATની રિયાલિટીના ચેક સમયે એક વાલી કૈલાશબેન પોતાના બાળકનો પ્રવેશ લેવા આવ્યા હતા પણ બિલ્ડીંગની હાલત જોઈને તેમને પ્રવેશ મેળવવાનું ટાળ્યું હતું. ત્યારે મહાનગરપાલિકા અને નગરપ્રાથમિક શિક્ષણ સમિતિએ નોંધ લેવી પડશે કે ગાડું ગબડાવવામાં રહેશું તો શાળાને તાળા લાગી જશે.