- કોરોના ફેઝ-2 ના ટ્રાયલમાં લેવાયેલું ડ્રગ ભારતમાં બની શકે છે
- ભાવનગર CSMCRIના વૈજ્ઞાનિકોએ 90 ટકા સફળતા મેળવી
- સેન્ટ્રલ સોલ્ટના વૈજ્ઞાનિકો દ્વારા માર્ચ 2020થી કરાઇ રહ્યું છે રિસર્ચ
ભાવનગરઃ સેન્ટ્રલ સોલ્ટના વૈજ્ઞાનિકો દ્વારા માર્ચ 2020થી કોરોના ઉપર રિસર્ચ કરવામાં આવી રહ્યું છે. ત્યારે યુનાઇટેડ સ્ટેટ ખાતે યલ યુનિવર્સીટીમાં કૉમોસ્ટેટ મીથાયલેટ નામના ડ્રગ દ્વારા કોરોના વેક્સીન ફેઝ-2 માટે ટ્રાયલ ચાલી રહ્યું છે. આ કૉમોસ્ટેટ મીથાયલેટ ડ્રગ ભાવનગર CSMCRIના વૈજ્ઞાનિકોએ 90 ટકા બનાવ્યું છે. યલ યુનિવર્સીટી ફેઝ-2માં સફળ થઈ નથી પણ માર્ચ સુધી ટ્રાયલ થયા બાદ હકીકત સામે આવશે.
- કૉમોસ્ટેટ મીથાયલેટ ડ્રગ બનાવવામાં CSMCRI 90 ટકા સફળ
ભાવનગર CSMCRIના 3 વૈજ્ઞાનિકો ડૉ. એસ આદિમુર્થી, ડૉ. સુભાષ સી ઘોષ અને ડૉ. સુકલ્યાણ ભદ્રએ આ ડ્રગ બનાવવા માટે મહેનત હાથ ધરી છે. આ ડ્રગ ભારતમાં ઉપયોગમાં નથી લેવાતું પણ માર્ચ મહિનાથી CSMCRIના વૈજ્ઞાનિકો તેને બનાવવાનું કામ કરી રહ્યા છે. જ્યારે અન્ય બહારની કંપની પાસે આ ડ્રગની માંગ કરવામાં આવી તો એક કિલોગ્રામના 15 લાખ જેવી કિંમત કહેવામાં આવી હતી. ત્યારે CSMCRIના વૈજ્ઞાનિકોએ 20 હજારમાં એક કિલોગ્રામ ડ્રગ બનાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ ડ્રગ બનાવવામાં તેમને 90 ટકા સફળતા મળી છે અને વૈજ્ઞાનિકોને આશા છે કે, તેમને પૂરેપુરી સફળતા મળશે.
- કૉમોસ્ટેટ મીથાયલેટ ડ્રગ કોરોના માટે સફળ છે કે નહીં..?