ભરુચમાં ફસાયેલા તળાજાના 242 મજૂરો બસમાં વતન પરત ફર્યા
લોકડાઉનની પરિસ્થિતિમાં ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના વિવિધ ગામોના 242 જેટલા મજૂરો કે, જે છેલ્લા ઘણા દિવસોથી ભરૂચના વાસંદ ખાતે મજૂરી કામે ગયા બાદ ત્યાં ફસાઈ ગયા હતા, જેને આજે સરકારની મંજૂરી બાદ બસમાં તળાજા લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમનું B સ્ક્રીનીંગ સહિતના ટેસ્ટ કરી તમામને તેમના ગામે પહોંચતા કરી દેવામાં આવ્યા છે. તેમજ તમામને ક્વોરન્ટાઇનમાં રહેવા હુકમ કર્યો છે.
ભાવનગર
ભાવનગરઃ લોકડાઉન જેવી સ્થિતિમાં ભાવનગરના તળાજા પંથકના મજૂરો કે, જે ભરૂચના વાસદ ગામે સુગર ફેકટરીમાં કામે ગયા હોય ત્યાં જ ફસાઈ ગયા હતા. 242 જેટલા મજૂરો આ સુગર ફેક્ટરીમાં લોકડાઉનના આ ગાળામાં રહ્યા બાદ સરકારને તેમના ગામ પહોંચાડવા અરજી કરી હતી. જેને લઈ આજે 4 બસમાં મજૂરોને તળાજા લાવવામાં આવેલ જ્યાં તેમનું સ્ક્રીનીંગ અને અન્ય ચેકીંગ બાદ તમામને તેના ગામ પહોંચતા કરી દેવામાં આવ્યા છે અને આ તમામને ફરજીયાત 14 દિવસ હોમ કોરોન્ટાઈન રહેવા આદેશ કર્યો છે.