- 23 પોલીસ સ્ટેશને માસ્ક માટે કડક કાર્યવાહી કરી આજદિન સુધી 7,46,56,200 દંડ વસૂલ્યો છે
- શહેર અને જિલ્લામાં માસ્કનો દંડ કુલ 1,22,869 લેવામાં આવ્યો
- માસ્કને લઈને પોલીસ દ્વારા ચેકીંગ કરવામાં આવે છે
ભાવનગરઃ કોરોનાકાળમાં રક્ષણ મેળવવા માટે ફરજિયાત માસ્ક(mask) પહેરવું જરૂરી છે. ત્યારે લોકો તેનું પાલન નહી કરતા હોવાથી પોલીસે(police) કડક કાર્યવાહી કરી દંડ (fine)વસૂલવાનું શરૂ કર્યું હતું. ત્યારે 2021માં સૌથી વધુ મે માસમાં દંડ 14,041 લેવાયો હતો. ભાવનગર(bhavnagar)માં કોરોનાની એન્ટ્રીથી લઈને આજના દિવસ સુધી જોઈએ તો લોકોને નિયમોનું પાલન કરાવવા માટે કડક કાર્યવાહી સરકાર તરફથી કરવામાં આવી છે.
ભાવનગર શહેર જિલ્લાના 23 પોલીસ સ્ટેશને 1,22,869 દંડ માસ્કનો ઉઘરાવ્યો આ પણ વાંચોઃ મહીસાગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એક જ દિવસમાં રૂપિયા 1.18 લાખનો દંડ વસૂલ કરાયો
માસ્ક પહેરવું ફરજિયાત બન્યું અને અંતર રાખવાની જરૂરિયાત ઉભી થઇ
ભાવનગર(bhavnagar) જિલ્લા અને શહેરમાં આવેલા પોલીસ સ્ટેશને માસ્કના દંડ(mask fine) ની રકમ લેવામાં આવી છે. ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોના(corona) આવ્યા બાદ લોકડાઉન(lockdown) થયું અને માસ્કની પ્રથા અમલમાં આવી હતી. માસ્ક પહેરવું ફરજિયાત બન્યું અને અંતર રાખવાની જરૂરિયાત ઉભી થઇ હતી.
માસ્ક નહિ પહેરવાની પ્રથા હોવાથી અચાનક માસ્ક પહેરવું મુશ્કેલ બન્યું
માસ્ક (mask)નહિ પહેરવાની પ્રથા હોવાથી અચાનક માસ્ક(mask) પહેરવું મુશ્કેલ બન્યું અને કેટલાક ટેવ પાડવામાં, તો કેટલાક દિવસનો કાર્યકાળ નહિ હોવાથી ભૂલી જવાના કિસ્સામાં કોરોનાએ માથું ઊંચક્યુ અને સરકારને જરૂરિયાત ઉભી થઇ કડક કાર્યવાહી કરવાની, બસ ત્યારથી દંડ લેવાની પ્રથા પણ શરૂ કરવામાં આવી. માસ્ક ફરજીયાત હોવાથી અમલવારી કરવા પોલીસને કામ સોંપાયું અને દંડ નક્કી કરાયો. ભાવનગર(bhavnagar) શહેરમાં પોલીસ તંત્ર દ્વારા માસ્કને લઈને કડક કાર્યવાહી કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ મહીસાગરમાં એક સપ્તાહમાં 755 વ્યકિતઓ પાસેથી 7.55 લાખનો માસ્કનો દંડ વસૂલાયો
ભાવનગર શહેર જિલ્લામાં કુલ 7,46,56,200 કિંમતનો દંડ વસૂલવામાં આવ્યો છે
2020થી લઈને આજદિન સુધી પોલીસ દ્વારા 1,22,869 દંડ(fine) લેવામાં આવ્યો છે. 2021માં જોઈએ તો માર્ચ મહિનામાં 2070, એપ્રિલમાં 12,141, મે મહિનામાં 14,041, જૂનમાં 8,194 અને જુલાઈમાં 1200 આસપાસ દંડ લેવામાં આવ્યો છે. ભાવનગર શહેર અને જિલ્લામાં કુલ મળીને 23 પોલીસ સ્ટેશન(police station) છે, જેમાં આજદિન સુધીમાં ઉપર મુજબનો દંડ(mask fine) લઈને કાર્યવાહી કરવામાં આવી છે. આમ જોઈએ તો ભાવનગર (bhavnagar)શહેર જિલ્લામાં કુલ 7,46,56,200 કિંમતનો દંડ વસૂલવામાં આવ્યો છે.