ભાવનગર: ભાવનગરમાં હજુ જ્વેલર્સના વેપારીના અપહરણ અને ખંડણીનો મામલો પોલીસે થાળે પડ્યો છે, ત્યાં ફરી ભાવનગરમાં ખંડણીની ફરિયાદ નોંધાતા પોલીસ એક્શનમાં આવી છે. જમીન લે-વેચનું કામ કરનારા બીલાલભાઈને શોધવા 4 શખ્સો એકાઉન્ટન્ટની ઓફિસમાં ગયા અને તોડફોડ કરી બાદમાં બિલાલભાઈએ 4 સામે ખંડણીની ફરિયાદ નોંધાવી છે.
2.5 કરોડની ખંડણી માટે તોડફોડની ફરિયાદ, આરોપીની ધરપકડ - ભાવનગરના તાજા સમાચાર
ભાવનગરમાં જ્વેલર્સના વેપારી પાસે 1 કરોડની ખંડણી લીધાનો ભેદ પોલીસે ઉકેલ્યો હતો. ત્યાં ફરી એક વખત 2.5 કરોડની ખંડણીની ફરિયાદ મળ્યા બાદ પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા છે.
2.5 કરોડની ખંડણી માટે તોડફોડની ફરિયાદ, આરોપીની ધરપકડ
ભાવનગરના ભીલવાડા સર્કલમાં એકાઉન્ટન્ટની ઓફીસમાં 4 શખ્સોએ જઈને 2.5 કરોડની ખંડણી બાબતે તોડફોડ કરી હતી. ફરિયાદી બિલાલ લાકડીયાએ 4 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. એકાઉન્ટન્ટની કચેરીમાં પ્રિન્ટર જેવી ચીઝ વસ્તુઓ તોડીને 40થી 50 હજારનું નુકસાન કર્યાની ફરિયાદ 4 શખ્સો સામે નોંધવામાં આવી છે. મળતી માહિતી મુજબ, પોલીસે 4 શખ્સોને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.