ગુજરાત

gujarat

ETV Bharat / city

પાલીતાણામાં શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતા નીચાંણવાળા 12 ગામો એલર્ટ, 59 દરવાજામાંથી 4.9 ફૂટ વહી રહ્યું છે પાણી

ભાવનગર જિલ્લાનો પાલીતાણા આવેલો શેત્રુંજી ડેમના 60 માંથી 59 દરવાજા બુધવારથી ખોલવામાં આવ્યા છે. બુધવારે એક ફૂટ પાણીની આવક હતી, તે ગુરુવારે ચાર ફૂટ નવ ઇંચ અને 61,630 ક્યુસેકમાં થઈ રહી છે. પાણીને નદીમાં વહેતુ કરવામાં આવતા 12 જેટલા ગામોને એલર્ટ પર મુકવામાં આવ્યા છે અને નદી કાંઠેથી દુર રહેવા જણાવ્યું છે.

Shetrunji Dam
Shetrunji Dam

By

Published : Sep 30, 2021, 5:08 PM IST

  • શેત્રુંજી ડેમ ઓવરફ્લો 59 દરવાજા ખોલવામાં આવ્યા
  • દરવાજા ઉપરથી 4 ફૂટ 9 ઇચ પાણીનો પ્રવાહ વહી રહ્યો છે
  • નીચાંણવાળા વિસ્તારોને એલર્ટ રેહવા માટે ગામડાઓનું સૂચન
  • શેત્રુંજી ડેમના 59 દરવાજામાંથી 61,360 ક્યુસેક પાણી નદીમાં

ભાવનગર: જિલ્લાના પાલિતાણા શેત્રુંજી ડેમ ગત 12 તારીખથી ઓવરફ્લોની સ્થિતિમાં છે. પાણીની આવક પ્રમાણે બે- ચાર, દસ જરૂરિયાત પ્રમાણે દરવાજા ખુલ્લા રહેતા હોય છે. પરંતુ બુધવારથી સારા એવા વરસાદને પગલે શેત્રુંજી ડેમના 59 દરવાજાઓ ખોલવામાં આવ્યા છે.

પાલીતાણામાં શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતા નીચાંણવાળા 12 ગામો એલર્ટ

આ પણ વાંચો: બિહારની સિકરહના નદીમાં બોટ પલટી, 30 લોકો હતા સવાર

ઉપરવાસના પગલે કેટલા પાણીનો પ્રવાહ અને શું સ્થિતિ

અમરેલી અને જૂનાગઢ જેવા જિલ્લામાં બુધવારે પડેલા વરસાદ અને ગુરુવારે વરસી રહેલા વરસાદને કારણે શેત્રુંજી ડેમમાં સૌથી વધુ કહી શકાય તેમ 61,360 ક્યુસેક પાણી આવી રહ્યું છે. જેને કારણે 59 દરવાજા ખોલવામાં આવ્યા છે અને દરવાજા ઉપરથી 4 ફૂટ 9 ઇંચ પાણીનો પ્રવાહ વહી રહ્યો છે.

પાલીતાણામાં શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતા નીચાંણવાળા 12 ગામો એલર્ટ

આ પણ વાંચો: વાવાઝોડા અને અતિભારે વરસાદની આગાહીના પગલે જખૌ બંદરે 380 જેટલી બોટો પાછી ફરી

નીચેના કાંઠાળ ગામડાઓને કરવામાં આવ્યા એલર્ટ

શેત્રુંજી ડેમમાં ૫૯ દરવાજા ખુલ્લા હોય ત્યારે શેત્રુંજી ડેમથી તળાજા સુધીના શેત્રુંજી કાંઠે આવેલા ૧૨ જેટલા ગામડાઓને નદીના કાંઠેથી દૂર રહેવા અને આસપાસના કાંઠાના ગામડાઓને સાવચેત રહેવા માટે તંત્રએ સૂચના આપી છે. ઓવરફ્લો થવાને કારણે શેત્રુંજી નદી બે કાંઠે વહી રહી છે, જેથી લોકોને સાવચેત રહેવા જણાવ્યા છે.

  • જૂનાગઢમાં છેલ્લા 2 દિવસથી મેઘરાજા મન મુકીને (Heavy Rain) વરસી રહ્યા છે. ત્યારે મોટા ભાગના જળાશયો અને સિંચાઈ યોજનાઓ ઓવરફ્લો (Overflow) થઈને વહી રહી છે. અહીં છેલ્લા 48 કલાકથી ભારે વરસાદ પડતા જૂનાગઢની સૌથી મોટી ઓજત વિયર સિંચાઈ યોજનાના (Ojat Weir Irrigation Scheme) તમામ દરવાજા ખૂલ્લા મુકી દેવામાં આવ્યા છે. આથી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી રહી છે.
  • અરબી સમુદ્રમાં કેન્દ્રિત થયેલા હવાનું હળવું દબાણ વધુ સક્રિય બની વાવાઝોડા શાહીનમાં બદલાય થાય તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગાહીના પગલે કચ્છ જિલ્લામાં મેઘમહેર જામી છે. કચ્છના દસેય તાલુકામાં અડધાથી સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ઉપરાંત હવામાન વિભાગે વધુ 2 દિવસની ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ કરી છે.
  • વેલમાર્ક્ડ લોપ્રેસર અરબી સમુદ્રમાં ડિપ્રેશન બાદ વાવાઝોડા શાહીનમાં પરિવર્તિત થયું છે. જેના કારણે વાવાઝોડાના પગલે 45થી 55 કિ.મી. પ્રતિ કલાકથી વધતા 65 કિ.મી. પ્રતિ કલાકની ઝડપ સુધી ભારે પવન ફુંકાશે અને ભારેથી અતિભારે વરસાદની આગાહી કચ્છ જિલ્લામાં કરવામાં આવી છે. જેના પગલે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે અને જખૌના દરિયામાંથી આજે 30 સપ્ટેમ્બરે 380 જેટલી માછીમારી બોટને પરત કિનારે લાંગરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details