- ભાવનગર જિલ્લામાં માત્ર એક કોરોના પોઝિટિવ કેસ, 3 દર્દી ડિસ્ચાર્જ
- જિલ્લામાં નોંધાયેલા કુલ 6,058 કેસ પૈકી 18 દર્દીઓ હાલ સારવાર હેઠળ
- ડિસ્ચાર્જ થયેલા દર્દીને 7 દિવસ હોમ આઈસોલેશનમાં રાખવામાં આવશે
ભાવનગરઃ જિલ્લામાં ગત 24 કલાકમાં કોરોના પોઝિટિવનો માત્ર 1 જ કેસ નોંધાયો છે. આ સાથે જ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 6,058 પહોંચી છે, જ્યારે ભાવનગર શહેરી વિસ્તારમાં 1 રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર અર્થે દાખલ કરવામા આવ્યા હતા. આ સાથે જ 3 દર્દીઓ કોરોનામુક્ત થતાં તેમને 7 દિવસ હોમ આઈસોલેશન રહેવાનું જણાવ્યું છે.
6,058 દર્દીમાંથી 18 દર્દી સારવાર હેઠળ
ભાવનગર શહેરના કુલ 2 તથા તાલુકાના 1 કેસ મળી કુલ 3 કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજ રોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટલમાંથી રજા આપવામા આવી હતી અને તમામ દર્દીઓને હોસ્પિટલામાંથી ડિસ્ચાર્જ થયા બાદ 7 દિવસ સુધી ફરજિયાત હોમ આઈસોલેશનમાં રહેવાના આદેશ આપ્યો હતો. આમ, જિલ્લામાં નોંધાયેલા 6,058 કેસ પૈકી હાલ 18 દર્દીઓ સારવાર હેઠળ છે, જ્યારે અત્યાર સુધીમા કુલ 5,964 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ જિલ્લામાં 69 દર્દીઓનું મૃત્યું થયું છે.