ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાવનગરમાં 1 કરોડ 39 લાખની નકલી નોટ ઝડપાઇ, બજારમાં ફરે એ પહેલાં પાંચ ઝડપાયા ત્રણ ફરાર - ભાવનગર એસઓજી

ભાવનગરના ભરતનગરમાં રહેતા હીરેન રમેશભાઈ સિયાતરના ઘરમાં 1.39 કરોડની નકલી નોટ છપાઈ હતી. ભાવનગર SOGને બાતમી મળતા દરોડો પાડીને પાંચને ઝડપી ( Bhavnagar SOG Arrest five accused ) લીધા હતાં. ભાવનગર એસઓજીએ પાંચ આરોપીની ધરપકડ કરી છે. પોલીસે મુદ્દામાલ કબ્જે (1 crore 39 lakhs Fake notes caught in Bhavnagar ) લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભાવનગરમાં 1 કરોડ 39 લાખની નકલી નોટ ઝડપાઇ, બજારમાં ફરે એ પહેલાં પાંચ ઝડપાયા ત્રણ ફરાર
ભાવનગરમાં 1 કરોડ 39 લાખની નકલી નોટ ઝડપાઇ, બજારમાં ફરે એ પહેલાં પાંચ ઝડપાયા ત્રણ ફરાર

By

Published : Oct 11, 2022, 5:57 PM IST

ભાવનગરભાવનગરમાં ફરી લાખોમાં નહીં પરંતુ કરોડમાં નકલી નોટો (1 crore 39 lakhs Fake notes caught in Bhavnagar ) ઝડપાઇ છે. જેલમાં મુલાકાત બાદ ગુનાહિત પ્રવૃત્તિઓવાળા લોકોએ યોજેલું નકલી નોટ ( Fake notes caught in Bhavnagar ) છાપવાનું કૌભાંડનું કાવતરું પોલીસે ઝડપી પાડ્યું છે. બજારમાં નોટો વહેતી થાય તે પહેલા પોલીસે નકલી નોટો સાથે પાંચ લોકોને ઝડપી ( Bhavnagar SOG Arrest five accused ) લીધા છે. જ્યારે ત્રણ હજુ ફરાર છે. સમગ્ર કાવતરામાં કુલ 8 શખ્સો સંડોવાયેલા (Bhavnagar Crime News) છે.

ભાવનગર એસઓજીએ પાંચ આરોપીની ધરપકડ કરી છે

ભાવનગરના ભરતનગર વિસ્તારમાં નકલી નોટો છપાઈ ભાવનગર શહેરમાં ભરતનગર વિસ્તારના ગાયત્રીનગર પાસે આવેલી શ્રીરામ સોસાયટીમાં રહેતા હીરેન રમેશભાઈ સિયાતરના ઘરમાં અન્ય સખ્સો મળીને નકલી નોટ છાપવાની શરૂઆત કરી હતી. ભાવનગર એસઓજી ( Bhavnagar SOG ) ને આ બાતમી મળતા સ્થળ ઉપર રેડ કરતા પાંચ લોકો મળી આવ્યા હતાં. સાથે 1,39,02000ની 2000ના દરની નકલી નોટો (1 crore 39 lakhs Fake notes caught in Bhavnagar ) મળી આવતા પોલીસ (Bhavnagar Police ) પણ સ્તબ્ધ બની ગઈ હતી.

ભાવનગર એસઓજીએ પાંચ આરોપીની ધરપકડ કરીભાવનગર એસઓજીએ પાંચ શખ્સોને ઝડપી લીધા ( Bhavnagar SOG Arrest five accused ) છે. જેમાં શ્રીરામ સોસાયટીમાં રહેતા હીરેન રમેશભાઈ સિયાતર હાર્દિક ભુપતભાઈ વાઘેલા ઉંમર વર્ષ 29 ગુંદીગામના રહેવાસી, કોળીયાક, પંકજ જીવાભાઇ સોનરાજ ઉંમર વર્ષ 44 સુન્દરમ ફ્લેટ, આંબાવાડી વિસ્તાર ભાવનગર, અયુબ ઉસ્માનભાઈ બિલખીયા ઉંમર વર્ષ 24 સાણોદર ગામ ઘોઘા અને મેરાજ કુરશીભાઇ લોઢા ઉંમર વર્ષ 42 કૂડવા ગામ, બનાસકાંઠાવાળા શખ્સોને ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી કરી છે.

પકડાયેલો મુદ્દામાલ અને કુલ નકલી નોટો SOG પોલીસે નકલી નોટ સાથે પકડેલો મુદ્દા માલ જોઈએ તો 2000ની નકલી નોટ નંગ 6951 જેની અંકિત કિંમત એક 1,39,02000 થાય (1 crore 39 lakhs Fake notes caught in Bhavnagar ) છે. એચપી કંપનીનું કલર પ્રિન્ટર, ચલણી રોકડ રૂપિયા 17,050, મોબાઈલ ફોન 5, ફૂટપટ્ટી 3, પેપર કટ મળીને કુલ 1,97,7000 નો મુદ્દામાલ કબજે લીધો છે.

ફરાર આરોપી પોલીસે ફરાર જાહેર કરેલા ત્રણ આરોપીમાં જોઈએ તો સુરેશ મોહન આડેસરા, સામખયારી ગામ, ભચાઉ, કચ્છનો રહેવાસી, જાવેદ હાજીભાઈ શરમાળી, ભાવનગર નવાપરાનો રહેવાસી અને મોહમ્મદ રફીક ઉસ્માનભાઈ કુરેશી, ઘોઘા ગામ,ભાવનગરવાળો ફરાર અને વોન્ટેડ જાહેર કરાયા છે.

દરેકના ગુનાહિત ઇતિહાસઆ મામલે આઈજી અશોક યાદવે જણાવ્યું હતું કે 'દરેક આરોપીઓના ગુનાહિત ઇતિહાસ જોઈએ તો હીરેન રમેશભાઈ સિયાતર, ભરતનગર પોલીસ સ્ટેશન જુગાર કેસમાં ઝડપાયેલો છે. ત્યારે હાર્દિક વાઘેલા અને અન્ય સુરેશ મોહન આડેસરા કચ્છનો 2017 માં 11લાખ નકલી નોટ કેસમાં જામીન ઉપર મુક્ત છે. ત્યારે પંકજ જીવાભાઈ સોનરાજ ભાવનગરવાળો ભરતનગર પોલીસ સ્ટેશનમાં જુગાર કેસમાં ઝડપાયેલો છે. અયુબ ઉસ્માન બીલખિયા પર મારામારીના ઘોઘા અને વરતેજ પોલીસ સ્ટેશનમાં ગુનામાં આવેલો છે. બનાકાંઠાનો મેરાજ કુરશી લોઢા 2009માં ડીસામાં નકલી નોટમાં સાત વર્ષની સજા ભોગવી ચૂક્યો છે. આ સમગ્ર કાવતરું જેલમાં સજા ભોગવવા દરમિયાન હીરેન,સુરેશ અને અન્ય લોકોની મુલાકાત બાદ સજા ભોગવીને બહાર આવતા શોર્ટ કટમાં પૈસા કમાવવાની લાલચમાં યોજવામાં આવ્યું હતું. જો કે નકલી નોટ બજારમાં ફરે તે પહેલાં પોલીસે ઝડપી ( Bhavnagar SOG Arrest five accused ) લીધા છે.'

ABOUT THE AUTHOR

...view details