ગુજરાત

gujarat

ETV Bharat / city

ઝાયડસ કેડિલાએ કોરોના વેક્સિન ZyCoV D માટે DCGIમાં મંજૂરી માગી, સોય વગર લાગશે આ વેક્સિન

ઝાયડસ કેડિલાએ પોતાના કોરોના વેક્સિન ZyCoV D માટે DCGI ( Drugs Controller General of India ) સમક્ષ ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી માંગી છે. અને તે પ્લાસમિડ ડીએનએ ( Plasmid DNA Vaccine ) આધારિત વેક્સિન છે. આ વેક્સિન સોય વગરના ઈન્જેક્શન દ્વારા લગાવવામાં આવે છે.

zycov d vaccine
zycov d vaccine

By

Published : Jul 1, 2021, 4:32 PM IST

Updated : Jul 1, 2021, 7:10 PM IST

  • ગુજરાતની કંપની ઝાયડસ કેડિલાએ ઈમરજન્સી ઉપયોગ માટે માંગી મંજૂરી
  • કોરાના વેક્સિન ZyCoV D પ્લાસમિડ ડીએનએ આધારિત છે
  • સામાન્ય તાપમાનમાં રાખી શકાશે

અમદાવાદ : ગુજરાતની કંપની ઝાયડસ કેડિલાએ કોરાના વેક્સિન ZyCoV D માટે ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા( DCGI ) ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી માંગી છે. બાળકો માટે આ વેક્સિન સુરક્ષિત હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ પહેલી પ્લાસમિડ ડીએનએ વેક્સિન ( Plasmid DNA Vaccine ) છે. તેની સાથે તેને સોય વગર ફાર્માજેટ ટેકનિકથી લગાવવામાં આવશે, જેનાથી સાઈડ ઈફેક્ટનો ભય ઓછો થઈ જાય છે.

ત્રીજા તબક્કાનું ટ્રાયલ પૂર્ણ

ઝાયડસ કેડિલાની કોરોના વેક્સિન ZyCoV Dનું ત્રીજા તબક્કાનું ટ્રાયલ પૂર્ણ થયું છે. જેમાં 28 હજાર લોકોએ ભાગ લીધો હતો. ભારતમાં અત્યાર સુધીમાં વેક્સિનનો સૌથી મોટો ટ્રાયલ હતો. તેના પરિણામો પણ સંતોષજનક દર્શાવવામાં આવ્યા છે. બીજી કોરોનાની લહેર દરમિયાન દેશની 50 ક્લિનિકલ સાઈટ્સ પર તેનું ટ્રાયલ થયું હતું. ડેલ્ટા વેરિયેન્ટ પર પણ ZyCoV D અસરકારક છે.

ઝાયડસ કેડિલાએની કોરોના વેક્સિન ZyCoV D વિશેની સંપૂર્ણ વિગતો જાણવા ક્લિક કરો -ZyCoV D

બાળકો માટે સુરક્ષિત છે

અભ્યાસ કરતાં માલુમ પડ્યું છે કે, ઝાયડસ કેડિલાની ZyCoV D કોરોના વેક્સિન 12થી 18 વર્ષના બાળકો માટે સુરક્ષિત છે. તેને ફાર્માજેટ સોય રહિત ટેક્નિકની મદદથી લગાવવામાં આવશે. તેમાં સોયની જરૂર પડતી નથી. સોયવાળા ઈન્જેક્શનમાં દવા ભરવામાં આવે છે, જે બાદ તેને એક મશીનમાં લગાવીને તેને બાવડા પર લગાવવામાં આવે છે, મશીન પર લાગેલા બટનને ક્લિક કરતાં રસીની દવા શરીરમાં પહોંચી જાય છે. કંપનીએ 10-12 કરોડ રસીના ડોઝ બનાવવાની વાત કરી છે. ZyCoV Dમાં ત્રણ ડૉઝ લેવાના હોય છે.

કોલ્ડ ચેઈનની ઝંઝટ નથી

ZyCoV Dની એક ખાસિયત એ છે કે, તેને રાખવા માટે તાપમાન ખૂબ નીચું રાખવાનું હોતું નથી. એટલે કે થર્મોસ્ટેબિલિટી સારી હોય તો ZyCoV D રસીનો ડોઝ સચવાય છે. તેને કારણે કોલ્ડ ચેઈની ઝંઝટ રહેતી નથી. તેને કારણે વેક્સિનનો ડૉઝ ખરાબ જતો હતો, તેવું આ રસીમાં થશે નહીં. પ્લાસિડ ડીએનએ ( Plasmid DNA Vaccine ) પ્લેટફોર્મ પર વેક્સિન બનાવવાથી તે સરળ છે. પ્લાસિડ આધારિત ડીએનએ વેક્સિન ( Plasmid DNA Vaccine )માં એન્ટીજન વિશિષ્ટ ઈમ્યૂનિટી વધારવાનું કામ કરે છે. જે ઈન્ફેક્શન સામે લડવામાં મદદ કરે છે. પ્લાસિડ ડીએનએ વેક્સિન ( Plasmid DNA Vaccine )નો સૌથી મોટો ફાયદો એ છે કે, તેને 2-8 ડિગ્રી તાપમાનમાં રાખી શકાય છે.

આ પણ વાંચો -

Last Updated : Jul 1, 2021, 7:10 PM IST

ABOUT THE AUTHOR

...view details