ઝાયડસ કેડિલાએ કોરોનાની વેક્સિનનું માનવ પરીક્ષણ શરૂ કર્યું - ભારત બાયોટેક
કોરોના વાઇરસની વેક્સીન હવે હાથવેંતમાં છે. આત્મનિર્ભર ભારતના મિશનને ટેકો આપતાં અમદાવાદની ઝાયડસ કેડિલા હેલ્થકેરે આજે કોરોના વેક્સિનનું માનવ પરીક્ષણ શરૂ કરી દીધું છે. ટ્રાયલ ફેઝમાં કંપની 1000 પાર્ટિસિપેટ્સને ડોઝ આપશે. વેક્સિનની માનવી પર કેવી અસર થાય છે, અને તેની સાઈડ ઈફેક્ટસ થાય છે કે નહી તે ટ્રાયલમાં ખબર પડશે.

ઝાયડસ કેડિલાએ કોરોનાની વેક્સિનનું માનવ પરીક્ષણ શરૂ કર્યું
અમદાવાદઃ ગુજરાત, ભારત અન વિશ્વ માટે આનંદના સમાચાર છે. અમદાવાદની ઝાયડસ કેડિલા હેલ્થકેરે કોવિડ-19 વાયરસની વેક્સિન ZYCOV-Dનું માનવ પરીક્ષણ શરૂ કરી દીધું છે. ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા(ડીજીસીઆઈ)એ તાજેતરમાં જ ભારતમાં બે વેક્સિનને માનવ પરીક્ષણ માટે મંજૂરી આપી હતી. એકતરફ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને ભારત બાયોટેકને વેક્સિનનું ટ્રાયલ આ સપ્તાહે શરૂ કરી દીધું છે. અને બીજુ ઝાયડસ કેડિલાએ આજે માનવ પરીક્ષણ શરૂ કર્યાના સમાચાર મળી રહ્યાં છે.