- ઝવેરચંદ મેઘાણી મામલે કોંગ્રેસના ભાજપ ઉપર પ્રહાર
- ગુજરાતી પાઠ્યપુસ્તકમાં સરકારે ખોટી જન્મતારીખ લખી છે
- રાજ્ય સરકાર ઉજવણીના નામે ફોટો ફંકશન કરવાના બદલે પોતાની ભૂલ સુધારે : દોશી
અમદાવાદઃ આ મામલે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ભાજપ સરકાર ઉપર પ્રહાર કર્યાં હતાં. તેમણે કહ્યું હતું કે ભાજપ સરકારને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મ તારીખ પણ ખબર નથી. ગુજરાતી પાઠ્યપુસ્તકમાં સરકારે ખોટી જન્મતારીખ લખી છે. 28 ઓગસ્ટના બદલે પાઠ્યપુસ્તકમાં 17 ઓગસ્ટ જન્મતારીખ છપાઈ છે. આ ઉપરાંત વર્ષમાં પણ ખોટું વર્ષ દર્શાવ્યું છે ત્યારે આ મામલે રાજ્ય સરકાર ઉજવણીના નામે ફોટો ફંકશન કરવાના બદલે પોતાની ભૂલો સુધારે. આ બેદરકારી નથી પરંતુ ગુનાહિત બેદરકારી ભાજપ સરકારે કરી છે. સરકાર તાત્કાલિક ધોરણ નવના ગુજરાતી પાઠ્યપુસ્તકની આ ભૂલ સુધારે અને જાહેરમાં માફી માગે.
એ કેવું અભિમાન કે રાષ્ટ્રીય શાયરના કાર્યક્રમમાં તેમનો જ ફોટો નથી
ભાજપ સરકાર ઉજવણીના રંગમાં અથવા તો પોતાના અભિમાનમાં આમંત્રણ પત્રિકામાં રાષ્ટ્રીય શાયરનો ફોટો પણ છપાવવાનો રહી ગયો હતો. ત્યારે બીજી તરફ સરકાર દ્વારા ઝવેરચંદ મેઘાણીનું મ્યુઝિયમ બનાવવાનું છે તેવી જાહેરાત કરવામાં આવી રહી છે. પરંતુ હકીકત તો એ છે કે જે પાઠ્યપુસ્તકોમાં ભૂલ કરી છે સરકાર પહેલાં તે સુધારે, જેનાથી વિદ્યાર્થીઓને યોગ્ય માહિતી મળી રહે અને તેમને પણ ઝવેરચંદ મેઘાણીની સાચી જન્મતારીખ ખબર પડે.
આ પણ વાંચોઃ સત્તાનો આ તો કેવો નશો, ભાજપ મેઘાણી પરિવારના સભ્યોનું પણ નામ લખવાનું ભૂલ્યા, કોંગ્રેસ અને AAPએ કર્યા પ્રહાર