અમદાવાદ: રાજ્યભરમાં ડ્રગ્સના સેવનનું દુષણ વધ્યું છે. ત્યારે અમદાવાદના કેટલાક યુવાનોએ તેની સામે અવાજ ઉઠાવી 'નશે કા નાશ, એન્ટી ડ્રગ્સ મૂવમેન્ટ' (Anti Drug Movement)ની શરૂઆત કરી છે. આ યુવાનોનું ગ્રુપ અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં ડ્રગ્સનો વેપલો કરતા ડ્રગ માફિયાઓ સામે લડત ચલાવશે. જેને લઈને આવતા મહિને મોટા આંદોલનની જાહેરાત કરી છે.
ડ્રગ્સના વેપાર અને ડ્રગ માફિયાની યાદી
છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદ સહિત રાજ્યભરમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સ (Gujarat Drugs Racket)મળી આવ્યું હોવાની ઘટનાઓ સામે આવી છે. ત્યારે અમદાવાદના કેટલાક યુવાનોએ ડ્રગ્સના વધી રહેલા દૂષણ સામે લોકોમાં જાગૃતતા ફેલાય અને ડ્રગ્સ માફિયાઓ સામે કાર્યવાહી થાય તે માટે આંદોલનની શરૂઆત કરી છે. જે સંદર્ભે આ યુવાનો આવતા મહિનાથી અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં ચાલતા ડ્રગ્સના વેપાર અને ડ્રગ માફિયાની યાદી (Ahmedabad Drug mafia list) જે તે વિસ્તારના પોલીસ અધિકારીઓને સોંપશે. જો તેમની સામે કાર્યવાહી નહીં કરવામાં આવે તો પોલીસ સ્ટેશનની બહાર ધરણા કરી વિરોધ નોંધાવવાની તૈયારી પણ દર્શાવી છે.
યુવાનોમાં ડ્રગ્સના સેવન