ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદ: અસામાજિક તત્વોનો આતંક, જાહેરમાં બર્થડે ઉજવી મચાવ્યો હંગામો - crime news naroda

નરોડામાં લુખ્ખા તત્વો જાહેર રોડ પર જન્મ દિવસની ઉજવણી કરી રોડ પર આંતક મચાવી રહ્યાં છે. આ અસામાજિક તત્વો સામે સોસાયટીના લોકોએ વિરોધ કર્યો તો તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો. જે મામલે સ્થાનિકો દ્વારા નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવવામાં આવી છે.

ahmedabad
ahmedabad

By

Published : Sep 22, 2020, 7:26 AM IST

અમદાવાદ: પુર્વ વિસ્તાર જાણે અસામાજિક તત્વોનું હબ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. કારણકે શહેરમાં અસામાજિક તત્વોનો આંતક દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે નરોડામાં લુખ્ખા તત્વો જાહેર રોડ પર જન્મ દિવસની ઉજવણી કરી રોડ પર આંતક મચાવી રહ્યાં છે. આ અસામાજિક તત્વો સામે સોસાયટીના લોકોએ વિરોધ કર્યો તો તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો. જે મામલે સ્થાનિકો દ્વારા નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવવામાં આવી છે.

જાહેરમાં બર્થડે ઉજવી મચાવ્યો હંગામો
શહેરના નરોડામાં આવેલા કુદરત રેસિડન્સના રહીશો અસામાજીક તત્વો આંતકથી ભારે પરેશાન થઈ ગયા છે. ગત રાત્રીના સમયે કુદરત રેસિડનસી બહાર રોડ પર ચારથી પાંચ અસામાજિક તત્વો રોડ પર જન્મ દિવસની ઉજવણી કરી અને ત્યાર બાદ રોડ પર દારૂની પાર્ટી કરી હોવાનું રહીશોએ આક્ષેપ કર્યો હતો. ત્યાર બાદ રોડ પર આંતક મચાવતા લુખ્ખા તત્વોને સોસાયટી રહીશો દ્વારા ઠપકો આપતાં મહિલા પર હુમલો કર્યો અને ગેરવર્તણુક કરી હતી. સોસાયટીના ઘણા બધા સભ્યો આવી જતા લુખ્ખા તત્વો દ્વારા છરી વડે ડર બતાવતી અને એક મહિલાને છરી મારવા જતા તેનો પુત્ર વચ્ચે પડતા તેના પર છરી વડે હુમલો કરી ફરાર થઈ ગયા હતા. જેમાં એક યુવકને હાથ પર છરી વાગતા ઇજા પહોંચી હતી.રહીશોએ એ પણ આક્ષેપ કર્યો છે કે લુખ્ખા તત્વોએ મોડી રાત સુધી રોડ પર આંતક મચાવ્યો હતો. બે થી ત્રણ શખ્સો જોડે તીક્ષ્ણ હથિયાર હતા. જે રોડ પર પસાર થતા વાહનચાલકો હેરાન કરતા હતા. એટલું જ નહીં રોડ પર દારૂની પાર્ટી કરી અપશબ્દો બોલી આંતક મચાવતા હતા. નરોડાને પોલીસ જાણ કરતા મોડે મોડે પોલીસે આવીને કાર્યવાહી કરી હતી. સોસાયટીની મહિલાઓ આક્ષેપ કર્યો છે કે સોસાયટી બહાર રોડ પર અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે. લુખ્ખા તત્વો દ્વારા રોડ પર જતી યુવતીઓની છેડતી કરવામાં આવતી હોવાનો પણ ગંભીર આક્ષેપ મહિલાએ કર્યો છે. નરોડામાં અસામાજિક તત્વો આંતક સામે આવતા પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. ત્યારે નરોડા પોલીસે આંતક મચાવતા લુખ્ખા તત્વો બાઈક કબ્જે લઈ અલગ અલગ બે ગુના દાખલ કરી સીસીટીવી આધારે તપાસ શરૂ કરી છે.

ABOUT THE AUTHOR

...view details