અમદાવાદ :ભારતીય યુથ કોંગ્રેસ (Youth Congress) દ્વારા ઇન્ડિયા રાઇઝિંગ ટેલેન્ટ કાર્યક્રમનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. અમદાવાદ ગાંધી આશ્રમ ખાતે આવેલા સિલ્વર ક્લાઉડ હોટલ ખાતે ગુજરાતી સિંગર ભૂમિ પંચાલ, પૂર્વ મિસ ગુજરાત સોની જેસવાની સ્ટેન્ડઅપ કોમેડિયન હિરેન ત્રિવેદી, અભિનેતા આદેશ તોમર અને અભિનેતા વિરલ મેવાણીની હાજરીમાં ઇન્ડિયા રાઇઝિંગ ટેલેન્ટ લોન્ચિંગ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં દરેક કેટેગરીમાં પહેલા ત્રણ આવનારને ઇનામ તરીકે રોકડ રકમ આપવામાં આવશે.
દેશના યુથનું ટેલેન્ટ બહાર લાવવાનો પ્રયાસ -યુથ કોંગ્રેસ પ્રમુખ વિશ્વનાથ સિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, ભારતીય યુથ કોંગ્રેસ દ્વારા ઇન્ડિયા રાઇઝિંગ ટેલેન્ટ દ્વારા દેશના યુવાનો ટેલેન્ટ બહાર લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેમાં સિંગર, કોમેડિયન, એક્ટર, મિમિક્રી આર્ટિસ્ટ, રિલ્સ ક્રિએટર 1 મિનિટનો વીડિયો બનાવી જાહેર કરેલા નંબર 9909239919 વોટ્સએપ પર મોકલવાનું રહેશે. જેમાં પોતાના અંદાજમાં (India Rising Talent Program) હાલમાં જે દેશમાં ચાલી રહેલી પરિસ્થિતિ અથવા સમસ્યાઓ જેવી કે મોંઘવારી, બેરોજગારી કે મહિલા સુરક્ષા જેવા અનેક મુદ્દાઓ પર પણ પોતાની વાત રજૂ કરી શકાશે.
આ પણ વાંચો :અમેરિકાના પેન્સનવેલીયામાં બાલાસિનોરની આશ્કા સેવકે દર્શાવ્યો ભારતીય સંસ્કૃતિનો વારસો