ગુજરાત

gujarat

ETV Bharat / city

નકલી PSI બની યુવકે તીન પત્તીની 650 કરોડ ચિપ્સ મેળવી

અમદાવાદ શહેરમાં સાયબર ક્રાઈમ સતત વધુ રહ્યો છે, ત્યારે હવે નવી નવી રીતે સાયબર ક્રાઈમ થતો હોવાનું પણ સામે આવ્યું છે. અમદાવાદના એક યુવકે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના PSI તરીકે ઓળખ આપીને વાત કરીને એક વ્યક્તિનું ફેસબુક આઇડી અને પાસવર્ડ મેળવી લીધો હતો. જે બાદ તેના તીન પત્તીના અકાઉન્ટમાંથી ચિપ્સ લઈને વેચી દીધી હતી. આ મામલે અમદાવાદ સાયબર ક્રાઇમે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી છે.

cyber crime
cyber crime

By

Published : Jan 16, 2021, 9:52 PM IST

  • તીન પત્તીની ચિપ્સ મેળવવા યુવક બન્યો નકલી પોલીસ
  • PSIની ઓળખ આપી ફેસબુકનું આઇડી પાસવર્ડ મેળવ્યો
  • તીન પત્તીના 650 કરોડ ચિપ્સ વેચી દીધી

અમદાવાદ: શહેરના જ એક ફરિયાદીને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. જેને પોતાની ઓળખ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના PSI તરીકે આપી હતી અને ફરિયાદીને જણાવ્યું હતું કે, તમે ફેસબુક પર યુવતીના અશ્લિલ ફોટા મૂકે છે. જે બાદમાં ફરિયાદીના ફેસબુક એકાઉન્ટનો આઇડી અને પાસવર્ડ પણ મેળવી લીધો હતો. જે બાદમાં ફરિયાદીના તીન પત્તીના અકાઉન્ટ સુધી આરોપી પહોંચ્યો હતો અને તેમાંથી 650 કરોડ ચિપ્સ લઈ લીધી હતી. જેથી ફરિયાદીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. આ મામલે તેમને ફરિયાદ કરી હતી.

વડોદરાથી 23 વર્ષની યુવક ઝડપાયો

સમગ્ર મામલે સાયબર ક્રાઈમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી અને ટેકનિકલ એનાલિસિસ કરીને વડોદરા ખાતે રહેતા 23 વર્ષીય ધાર્મિક પાબારી નામના યુવકની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસને તેની પાસેથી જે મોબાઈલ દ્વારા છેતરપિંડી કરી હતી, તે મોબાઈલ ફોન મળી આવ્યો હતો. હાલ ધર્મિકની ધરપકડ કરીને અમદાવાદ લાવવામાં આવ્યો છે. જ્યાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

તીન પત્તીમાં ફ્રોડ થતા અન્ય સાથે કરતો છેતરપિંડી

આરોપીની ધરપકડ બાદ પૂછપરછ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું હતું કે, તે બેકાર છે અને કેટલા સમયથી તીન પત્તી રમે છે, પરંતુ તેની સાથે ફ્રોડ કરીને કોઈને તેની ચિપ્સ લઈ લીધી હતી. જે બાદમાં આરોપી ધાર્મિક લોકોના ફેસબુક અકાઉન્ટમાં નંબર મેળવી જેમની પાસે ચિપ્સ વધુ હોય તેમની સાથે આ પ્રકારની છેતરપિંડી કરી ચિપ્સ પડાવી લેતો હતો.

ABOUT THE AUTHOR

...view details