અમદાવાદઃ ક્રાઇમ બ્રાન્ચે મોબાઈલ સ્નેચિંગ કરનાર 2 આરોપીને ઝડપી પાડયા છે. ક્રાઈમ બ્રાન્ચે મોહમ્મદ નવાઝ શેખ અને ફૈઝલ ખાન પઠાણ નામના 2 આરોપીને ઝડપી પાડ્યા છે. આરોપીઓ શાહીબાગ, શાહપુર અને માધુપુરા 4 ગુનાને અંજામ આપ્યા હતા. આરોપી પાસેથી ક્રાઇમ બ્રાન્ચે 7 મોબાઈલ જપ્ત કર્યા છે.
પ્રેમ લગ્ન બાદ રૂપિયાની જરૂર પડતા યુવકોએ મોબાઈલ ચોરવાનું ચાલુ કર્યું - મોબાઈલ સ્નેચિંગ
અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી મોબાઈલ સ્નેચિંગના બનાવો વધી રહ્યા હતા. જેને લઇને સ્થાનિક પોલીસ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ પણ કામે લાગી હતી. ત્યારે ક્રાઇમ બ્રાન્ચના આરોપીઓ જડપવામાં સફળતા મળી છે.
આરોપીની પુછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે, મોહમ્મદ નવાઝ શેખ નામના આરોપી મુંબઈના એક પૈસાદાર બાપનો દીકરો હતો. મુંબઈમાં જ IDFC બેંકમાં નોકરી કરતો હતો. જે દરમિયાન આરોપીએ પ્રેમ લગ્ન કર્યા હતા. જેથી પિતાએ તેને ઘરેથી કાઢી મૂક્યો હતો. જેથી તે અમદાવાદ પત્ની સાથે ભાડે રહેતો હતો અને રૂપિયાની જરૂર પડતા તેને મોબાઈલ સ્નેચિંગ શરૂ કર્યું હતું.
હાલ ક્રાઇમ બ્રાન્ચે બંને આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. આરોપીએ અન્ય કોઈ ગુના કરેલ છે કે નહિ તે અંગે પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે.