- સિવિલ હોસ્પિટલમાં જી બ્લોકના ચોથા માળેથી કૂદી યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો
- ઘટનાસ્થળે હાજર લોકોએ આત્મહત્યા કરનારા યુવકનો વીડિયો બનાવ્યો
- યુવક અત્યારે સારવાર હેઠળ છે, નીચે પતરાં હોવાથી યુવકનો જીવ બચી ગયો
અમદાવાદઃ અસારવા વિસ્તારમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં આજે (ગુરુવાર) સવારે એક યુવકે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. નરેશ સોલંકી (ઉં.વ.35) નામના યુવકે હોસ્પિટલના જી બ્લોકના ચોથા માળેથી નીચે ઝંપલાવ્યું હતું. હાલમાં આ યુવકને ગંભીર ઈજા પહોંચી હોવાથી તેને સારવાર માટે મોકલવામાં આવ્યો હતો જેમાં ડોક્ટરોએ તેને મૃત ઘોષિત કર્યો હતો. આ યુવક ચોથા માળેથી કુદી રહ્યો છે. તેનો વીડિયો અત્યારે વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક યુવક ચોથા માળેથી નીચે કૂદવાનો પ્રયાસ કરી રહ્યો છે. સ્થાનિકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલા ફાયરના જવાનોએ યુવકને આવું ન કરવા સમજાવ્યો હતો, પરંતુ તેમ છતાં યુવક નીચે કૂદી પડ્યો હતો.