અમદાવાદમાં ધોળા દિવસે ફાયરિંગ અને હુમલાની ઘટના
તલવાર વડે યુવક પર કરાયો હુમલો
ઘટના CCTV કેમેરામાં કેદ
અમદાવાદમાં ધોળા દિવસે ફાયરિંગ અને હુમલાની ઘટના
તલવાર વડે યુવક પર કરાયો હુમલો
ઘટના CCTV કેમેરામાં કેદ
અમદાવાદઃ શહેરના ઠક્કરનગર થી કૃષ્ણનગર રોડ પર આવેલી દુકાનમાં અશોક ગોસ્વામી નામનો યુવક બેઠો હતો, ત્યારે ગૌરવ ચૌહાણ નામનો યુવક ગાડીમાં રિવોલ્વર, તલવાર અને દંડા લઈને કેટલાક શખ્સો સાથે આવ્યો હતો અને અચાનક જ અશોક ગોસ્વામી પર હુમલો કર્યો હતો. હુમલામાં અશોક નામનો યુવક ગંભીર રીતે ઘાયલ પણ થયો હતો, જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
મિત્ર સાથેની અદાવતમાં અન્ય મિત્ર પર હુમલો
પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, આરોપી ગૌરવ ચૌહાણ ફાયનાન્સનો ધંધો કરે છે અને અશોક ગોસ્વામીનો મિત્ર પણ ફાયનાન્સનો ધંધો કરતો હતો, તે બે વચ્ચેની અદાવતમાં જ ગૌરવે અશોક પર હુમલો કર્યો હતો. અશોકના મિત્રોને જાણ થતાં તે પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા, જેથી ગૌરવ અને તેના સાથીઓ ભાગી ગયા હતા. આ બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થળ પરના CCTV ફૂટેજ કબજે કરીને તપાસ હાથ ધરી છે. જો કે, હાલ ફાયરિંગ કરનારો આરોપી ફરાર છે, જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે.