અમદાવાદગુજરાતમાં સૌ પ્રથમવાર 29 સપ્ટેમ્બર 2022થી 12 ઓક્ટોમ્બર 2022 દરમિયાન યોજાનાર 36મી નેશનલ ગેમ્સમાં (36th National Games) આશરે 7000થી વધુ ખેલાડીઓ ભાગ લેવાના છે. અમદાવાદમાં રાઇફ્લ ક્લબ અને ક્રાઉન એકેડેમી ખાતે શૂટિંગ સ્પર્ધાઓ યોજાવાની છે. જેમાં ટ્રેપ શૂટિંગની ઇવેન્ટ્સમાં પુરુષ અને મહિલા વિભાગમાં દેશમાંથી કુલ 16 ખેલાડીઓ ક્રાઉન એકેડેમી ખાતે ભાગ લેવાના છે.
યશાયા હાફિઝની શૂટિંગ યાત્રાગુજરાતમાંથી આ વખતે 16 વર્ષીય યશાયા હાફિઝ કોન્ટ્રાક્ટર પણ ટ્રેપ શૂટિંગમાં ભાગ લેશે. 21મી માર્ચ 2006ના રોજ જન્મેલા યશાયા હાફિઝ કોન્ટ્રાક્ટરે સાવલી તાલુકા રાઈફલ એસોસિએશન, વડોદરા ખાતેથી ટ્રેપ શૂટિંગરેન્જમાં તેમની શૂટિંગ યાત્રા શરૂ કરી હતી. પોતાની પ્રથમ સ્પર્ધાત્મક ઇવેન્ટ એવી 38મી ગુજરાત સ્ટેટ ટ્રેપ શૂટિંગ સ્પર્ધા 2019માં યશાયાએ ટ્રેપ અને ડબલ ટ્રેપ જુનિયર, સિનિયર અને ટીમ ઇવેન્ટ્સમાં 1 ગોલ્ડ, 2 સિલ્વર અને 3 બ્રોન્ઝ સહિત કુલ 6 મેડલ મેળવ્યા હતા. ત્યારબાદ 2019માં જ યશાયાએ વડોદરા ખાતે યોજાયેલી 7મી વેસ્ટ ઝોન શૂટિંગ ચેમ્પિયનશિપમાં શોટગન ઇવેન્ટમાં (Vadodara Shooting Championship Shotgun event) પણ ગોલ્ડ મેળવ્યો હતો.