અમદાવાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Election) પહેલા આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે વાક યુદ્ધ સાથે જુના વીડિયો વાયરલ કરવામાં આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલિયા (AAP Chief Gopal Italia) અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ પર આકરા ભાજપના પ્રવકતાએ આકરા પ્રહાર કર્યા હતા.
બેફામ નિવેદનથી ગુજરાતમાં રોષભાજપના પ્રવક્તા યમલ વ્યાસે) જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party Gujarat) પ્રમુખ ગોપાલ ઇટાલિયાના (AAP Chief Gopal Italia) બેફામ નિવેદનોથી ગુજરાતની જનતામાં ભારે રોષ છે. ભૂતકાળમાં પણ હિન્દૂ ધર્મને ઠેસ પહોંચાડી છે. દેશના વડાપ્રધાન પર પણ અપશબ્દો ઉપયોગ કર્યો છે. સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા કે, જેમને રાજનીતિથી કોઈ લેવા દેવા નથી. તેમના માટે પણ વિવાદાસ્પદ શબ્દો કહ્યા છે, જે તેમની હલકી માનસિકતા છતી કરે છે.
ઘણી પાર્ટીઓ આવી પણ આવા કામ નથી કર્યાવધુમાં જણાવ્યું હતું (yamal vyas bjp) કે, દેશમાં લોકશાહી ચાલે છે. દરેકને ચૂંટણી (Gujarat Election)લડવાનો હક છે. પહેલા પણ ગુજરાત અનેક નવી રાજકીય પાર્ટી આવીને ચૂંટણી લડી છે, પરંતુ ગુજરાતના રાજકીય ઇતિહાસમાં આવા અભદ્ર ભાષાનો કોઈ પાર્ટી અભદ્ર ભાષાનો ઉપયોગ કરેલો છે. આપના નેતા ગોપાલ ઇટાલીયા (AAP Chief Gopal Italia) ગુજરાતને બદનામ કરવામાં અને ષડયંત્ર રચતા હોય તેવા વિડિયો વાયરલ કરવામાં આવી રહ્યા છે. આ જ ગુજરાત વિરોધી માનસિકતા અને ગુજરાતી અસ્મિતાને બદનામ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
આમ આદમી પાર્ટીની નિમ્ન કક્ષાની હરકતવધુમાં તેમણે જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીએ (Aam Aadmi Party Gujarat) વર્ષ 2014 અને વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી તેમ જ વર્ષ 2017 વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Election) પણ યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ ગુજરાતને બદનામ કરવાના ખૂબ પ્રયત્ન કર્યા હતા. તેમાં તે સફળ મળી નહતી. લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે આવી નિમ્નકક્ષાના નિવેદન આપી રહી છે. આમ આદમી પાર્ટીનું રાષ્ટ્રીય (Aam Aadmi Party Gujarat) નેતૃત્વ પણ આવા નિવેદનો વખોળવાની જગ્યાએ તેમને મદદરૂપ થઈ રહ્યું છે. ગુજરાતની પ્રજાનું અપમાન, મહિલાઓનું અપમાન ગુજરાતી જનતા ક્યારેય પણ સાંખી નહીં લે. આનો જવાબ આવનાર વિધાનસભામાં ગુજરાતની જનતા આનો જવાબ ચોક્કસ પણે આપશે.
પાટીદાર સમાજને પાપના ભાગીદાર બનાવે છેભાજપના મીડિયા કવીનર યજ્ઞેશ દવે જણાવ્યું હતું કે પાટીદાર સમાજને પોતાના પાપનો ભાગીદાર બનાવવા જઈ રહ્યો છે. પોતાના રાજકીય રોટલો શેકવા માટે સમાજનું નામ લઈ રહ્યો છે. પાટીદાર સમાજ ક્યારેય પણ આવા અભદ્ર ભાષા અને હિન્દુ વિરોધી માનસિકતા ધરાવતા વ્યક્તિને માફ નહીં કરે. ગોપાલ ઇટાલીયા પહેલા પણ હિન્દુ ધર્મના સાધુ-સંતોને ભગવાન અને બંધારણે પદની પણ ગરિમાને નુકસાન પહોંચાડ્યું છે. આ એક સરદાર સાહેબનું અપમાન કરી રહ્યો છે, જેથી સમગ્ર ગુજરાત અને સમગ્ર પાટીદાર સમાજ ક્યારેય પણ આવા વ્યક્તિને માફ નહીં કરે.