- અમદાવાદ SGVP ગુરૂકુળ ખાતે યજ્ઞોપવિત ધારણનો પ્રસંગ
- પંચગવ્યથી ઋષિકુમારોએ કર્યું સ્નાન
- 100 ઋષિકુમારોએ નવી યજ્ઞોપવિત ધારણ કરી
અમદાવાદ :શ્રાવણી પૂનમે રક્ષાબંધનની સાથે સાથે નાળિયેરી પૂનમ તરીકે પણ ઓળખાય છે. આ દિવસે બ્રાહ્મણો નવી યજ્ઞોપવિત ધારણ કરે છે. અમદાવાદમાં આવેલા SGVP ગુરુકુળના દર્શનમ્ સંસ્કૃત વિદ્યાલયના 100 ઋષિકુમારોએ મંત્રોચ્ચાર સાથે આજે રવિવારે નવી યજ્ઞોપવિત ધારણ કરી હતી.
આ પણ વાંચો:બહેન રડી રહી છે ચોધાર આસુંએ, કોરોના કાળમાં તહેવારો બન્યા સુના
યજ્ઞોપવિત ધારણ કરવાની વિધિને ઉપાકર્મ વિધિ પણ કહેવાય
આજના જ દિવસે ઋષિ વિશ્વામિત્રનને ગાયત્રી દર્શન થયા હતા. આજે રવિવારે વહેલી સવારે ગુરૂકુળ ખાતે વેદોનો અભ્યાસ કરતા 100 ઋષિકુમારોએ પંચગવ્ય જેમાં ગૌમય, ગૌમૂત્ર ,દૂધ અને દહીં સહિતની ઔષધિઓથી સ્નાન કરી દેહ શુદ્ધિ કરી હતી, ત્યારબાદ ગાયત્રી અને સૂર્ય મંત્રોચ્ચાર સાથે વિધિ પ્રમાણે નવી યજ્ઞોપવિત ધારણ કરી હતી. યજ્ઞોપવિત ધારણ કરવાની વિધિને ઉપાકર્મ વિધિ પણ કહેવામાં આવે છે.
આ પણ વાંચો:સીએમ હાઉસમાં રક્ષાબંધનની ઉજવણી: રાજ્યના 33 જિલ્લાઓમાંથી આવેલી 825થી વધુ બહેનોએ મુખ્યપ્રધાનને રાખડી બાંધી
શાં માટે ધારણ કરાય છે યજ્ઞોપવિત
ભારતીય સંસ્કૃતિ અંતર્ગત વેદ અને શાસ્ત્રો પ્રમાણે ચારે કુળના લોકો યજ્ઞોપવિત ધારણ કરી શકે, તેવો ઉલ્લેખ છે. જેને ઉપનયન સંસ્કાર કહે છે, પરંતુ વર્તમાન સમયમાં ફક્ત બ્રાહ્મણો યજ્ઞોપવિત ધારણ કરે છે. યજ્ઞ પવિત ધારણ કરવાથી યજ્ઞ કરવાનો અધિકાર પ્રાપ્ત થાય છે.