અમદાવાદ: ગુરૂવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 70મો જન્મદિવસ છે. દેશ-વિદેશના અનેક લેખકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વ્યક્તિત્વ આકર્ષતુ રહ્યું છે. તેમની ઉપર સંખ્યાબંધ પુસ્તકો લખાયા છે.
દિનેશ દેસાઈએ નરેન્દ્ર મોદી ઉપર ગુજરાતી ભાષામાં 22 પુસ્તકો, હિન્દી ભાષામાં 4 પુસ્તકો અને અંગ્રેજી ભાષામાં 3 એમ કુલ 29 પુસ્તકો લખ્યાં છે. તેમણે આ પુસ્તકોનું લેખન કાર્ય 2011થી લઈને 2020 સુધીના સમયગાળામાં કર્યું છે.
નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા, ત્યારથી લઈને વડાપ્રધાન પદ સુધીના સફરની ગાથા આ પુસ્તકોમાં જોઈ શકાય છે. નરેન્દ્ર મોદીના જીવન અને તેમના કાર્યોને લઈને જુદી જુદી થીમ ઉપર દિનેશ દેસાઈએ પુસ્તકો લખ્યાં છે.
જેમાં નરેન્દ્ર મોદીના જીવન પ્રસંગો, ગુજરાત મોડલ, યુવાઓ અને નરેન્દ્ર મોદીના વિચારો, બિનરાજકીય સુવાક્યો, નરેન્દ્ર મોદીની રાજકીય બાબતો વગેરેનો સમાવેશ થાય છે. નરેન્દ્ર મોદી ઉપર તેમનું પહેલું પ્રકાશિત થયેલું પુસ્તક 'આપણા સૌના નરેન્દ્રભાઈ' હતું. જેનું હિન્દી સંસ્કરણ 'હમારે નરેન્દ્રભાઈ' નામે પ્રગટ થયું હતું. જેની 2 લાખ જેટલી નકલો વેચાઈ હતી, જ્યારે સૌથી મોંઘું પુસ્તક 2,900 રૂપિયાનું 'અમારી નજરે નરેન્દ્રભાઈ' છે.
ત્રણ ભાષાઓમાં PM નરેન્દ્ર મોદી ઉપર પુસ્તક લખનાર ગુજરાતના પ્રતિભાશાળી લેખક જેનું 2014માં પ્રકાશન થયું હતું. આ ઉપરાંત દિનેશ દેસાઇએ કુલ 80 જેટલા પુસ્તકો પણ લખેલાં છે. આમ તેમને લેખન કાર્યનો બહોળો અનુભવ છે. નરેન્દ્ર મોદીના હિન્દી ભાષાના પુસ્તક ઉપર દિનેશ દેસાઈને હિન્દી સાહિત્ય અકાદમી તરફથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.
દિનેશ દેસાઈના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરના કેટલાક ખ્યાતનામ પુસ્તકો :
- Our Beloved Narendrabhai
- વિકાસ પુરુષ નરેન્દ્રભાઈ
- બ્રાન્ડ ગુજરાત
- Modi: The New Face for Indian Leadership
- મોદી મોડેલ : ગુજરાત
- મોદી વિઝન: સ્ટેચ્યૂ ઓફ યુનિટી
- નમો એન્ડ યુવા
- નરેન્દ્રમોદી: વિચારધારા