- હાઇકોર્ટએ GSEB ને સોમવાર સુધી જવાબ રજૂ કરવા કર્યો નિર્દેશ
- સાયન્સમાં ધોરણ 10ના માર્ક્સ ગણવામાં આવ્યા, કોમર્સના નહીં
- ગણિતમાં નબળા હોય એટલે કોમર્સ રાખે તે બહુ મોટી ખામી ભરેલુ
અમદાવાદ :ધોરણ 12 કોમર્સમાં એકાઉન્ટ અને આકડાશાસ્ત્રના વિષયમાં ધોરણ 10ના ગણિતના માર્કસ ધ્યાને લેવા ગુજરાત હાઇકોર્ટમાં રીટ પીટીશન દાખલ કરવામાં આવી છે. આ બાબતે ગુજરાત સ્ટેટ એજ્યુકેશન બોર્ડને સોમવારે જવાબ દાખલ કરવા માટે કોર્ટે સુચના આપી હતી.
આ પણ વાંચો:PM Modi ઉદ્દઘાટન કરવાના છે તે હોટેલ પાસે કામ કરી રહેલા મજૂરની 6 મહિનાની બાળકી ટ્રેક્ટરચાલકે કચડી મારી,જાણો વિગત
શિક્ષણ પ્રધાનને લેખિત રજૂઆત કરાઈ
ધોરણ 12ના વિધાર્થીએ પોતાના વાલી મારફતે કોમર્સના માર્કસ ગણવાની પધ્ધતિમાં એકાઉન્ટ અને આકડાશાસ્ત્રના વિષયમાં ધોરણ 10ના ગણિતને ધ્યાન ઉપર ન લેતા હાઇકોર્ટમાં એક રીટ પીટીશન દાખલ કરી છે. કોમર્સમાં એકાઉન્ટ અને આકડાશાસ્ત્રના વિષયમાં ધોરણ 10નું ગણિત ધ્યાન પર ન લેતા મોટા ભાગના વિધાર્થીઓના માર્કસની ટકાવારી ઘટી જશે. જેથી વિધાર્થીએ આની સામે પહેલા શિક્ષણ પ્રધાનને લેખિત રજૂઆત કરી હતી, પરંતુ તે ધ્યાન પર ન લેતા વિધાર્થીએ ન્યાય મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં રીટ દાખલ કરી છે.
આ પણ વાંચો:Corona's second wave બાદ અમદાવાદમાં સ્કૂલો થઈ શરૂ
ગણિતમાં નબળા હોય તે કોમર્સ રાખે
ધોરણ 12 કોમર્સમાં એકાઉન્ટ અને આકડાશાસ્ત્ર બન્ને વિષય ગાણિતીક વિષય છે. GSEB એ આ બાબતે કરેલા અર્થઘટન મુજબ ગણિત ન ફાવતુ હોય એ જ કોમર્સમાં જાય છે, તે સંદતર ખોટુ છે. આથી, વિધાર્થીઓને અન્યાય થાય છે. રજૂઆત વધુમાં જણાવવમાં આવ્યું હતું કે, આજે કોમર્સ ફીલ્ડમાં જઈને લાખો લોકોએ CA , ટેક્ષ પ્રેક્ટીશનર, CS, ICWA, એકાઉન્ટન્ટ થયા છે. આ બધા ગણિતમાં હોશિયાર હોય ત્યારે જ આગળ વધી શક્યા હોય છે. GSEBની આ પ્રકારની દલીલ કે ગણિતમાં નબળા હોય એટલે કોમર્સ રાખે તે બહુ મોટી ખામી ભરેલુ છે.