ગુજરાત

gujarat

By

Published : Sep 19, 2020, 8:42 PM IST

ETV Bharat / city

ઓનલાઈન પરીક્ષામાં ડીવાઇઝ હેંગ થતાં નાપાસ જાહેર કરાતાં હાઈકોર્ટમાં રિટ

કોરોના મહામારીની લીધે GTU ( ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી) વિદ્યાર્થીઓની ઓનલાઈન પરીક્ષા લેવામાં આવી રહી છે ત્યારે ડિવાઇસ હેંગ થવાના કેસમાં વિદ્યાર્થીને નાપાસ કરી દેવાતાં દાખલ કરાયેલી રિટ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે વિદ્યાર્થીને ત્રીજા તબક્કાની પરીક્ષા દરમિયાન ફરીવાર પરીક્ષા આપવા દેવાનો GTUને નિર્દેશ કર્યો છે.

ઓનલાઈન પરીક્ષામાં ડીવાઇઝ હેંગ થતાં નાપાસ જાહેર કરાતાં હાઈકોર્ટમાં રિટ
ઓનલાઈન પરીક્ષામાં ડીવાઇઝ હેંગ થતાં નાપાસ જાહેર કરાતાં હાઈકોર્ટમાં રિટ

અમદાવાદઃ હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી રિટમાં રજૂઆત કરવામાં આવી છે કે વિદ્યાર્થી હર્ષ ગાંધી 6 ઓગસ્ટના રોજ ફાઉન્ડેશન એન્જીનિયરિંગની પરીક્ષા ઓનલાઇન આપી રહ્યો હતો ત્યારે તેની સિસ્ટમ હેંગ થઈ જતાં પરીક્ષામાં આપેલ જવાબ સેવ ન થયા અને ત્યારબાદ તેને નાપાસ જાહેર કરાતાં હાઇકોર્ટમાં રિટ દાખલ કરી હતી.

ઓનલાઈન પરીક્ષામાં ડીવાઇઝ હેંગ થતાં નાપાસ જાહેર કરાતાં હાઈકોર્ટમાં રિટ
હાઈકોર્ટે GTUને હર્ષ ગાંધીની 23મી સપ્ટેમ્બરના રોજ પરીક્ષા લેવામાં આવે તેવો આદેશ કર્યો છે. અરજદારનો આક્ષેપ છે કે આ અંગે જીટીયુના ઘણીવાર લેખિતમાં રજૂઆત કર્યા હોવા છતાં કોઈ પગલાં ન લેતાં તેમણે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી.
ઓનલાઈન પરીક્ષામાં ડીવાઇઝ હેંગ થતાં નાપાસ જાહેર કરાતાં હાઈકોર્ટમાં રિટ
કોરોના લોકડાઉન દરમિયાન જ્યારે ઓનલાઇન પરીક્ષા લેવામાં આવી રહી છે ત્યારે મોબાઇલ કે અન્ય ડિવાઇસ હેંગ થવાનો આ પહેલો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે વધુ સુનાવણી 5મી ઓગસ્ટના રોજ હાથ ધરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details