અમદાવાદ : બનાસ ડેરી ચૂંટણી વિવાદ મામલો ફરીવાર ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે. ગુજરાત હાઇકોર્ટમાં આ મુદ્દે ફરીવાર નવી 5 અરજીઓ દાખલ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરે ચૂંટણીની જાહેરાત પહેલા ડી લિમિટેશન ન કરતા દાખલ કરેલી અરજી પર ગુજરાત હાઇકોર્ટ રાજ્ય સરકારને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો છે.
હાઇકોર્ટમાં 5 અરજદારો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે, ચૂંટણીની જાહેરાત પહેલા જિલ્લા કલેક્ટર દ્વારા ડી લિમિટેશન કરવામાં આવ્યું નથી. જેથી ચૂંટણી કાર્યક્રમ રદ્દ કરવામાં આવે. હાઈકોર્ટમાં એવી પણ રજૂઆત કરવામાં આવી છે કે, ડી લિમિટેશન ન કર્યું હોવાથી મતદાર મંડળમાં મતદારોની સંખ્યા અલગ અલગ છે. જેના લીધે પરિણામ પર અસર પડી શકે છે. જેથી ચૂંટણીના કાર્યક્રમની રદ્દ કરવામાં આવે.