અમદાવાદઃ કોંગી ધારાસભ્યો દ્વારા દાખલ કરવામાં આવેલી રિટમાં રજૂઆત કરવામાં આવી છે કે ભાજપ બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં ત્રણ નોમીનીની નિમણુક કરી અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ પદની ચૂંટણીમાં હસ્તક્ષેપ કરવા માગે છે. ભાજપ બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં તેમના નોમીનીઓ નિમણુક કરી ચૂંટણીના પરિણામમાં હસ્તક્ષેપ કરવા માગે છે. કોંગ્રેસના બે ધારાસભ્ય કાંતિ સોઢા પરમાર અને રાજેન્દ્રસિંહ પરમાર અને સંજય પટેલ દ્વારા આ અરજી દાખલ કરવામાં આવી છે.
ભાજપ દ્વારા અમૂલ ડેરીની ચૂંટણીમાં હસ્તક્ષેપના આક્ષેપ સાથે હાઈકોર્ટમાં રિટ - BJP
અમુલ ડેરીમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ પદ માટે થનારી ચૂંટણીમાં ભાજપ હસ્તક્ષેપ કરશે તેવા ભય સાથે બે કોંગી ધારાસભ્યો દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં રિટ દાખલ કરવામાં આવી છે.
ભાજપ દ્વારા અમૂલ ડેરીની ચૂંટણીમાં હસ્તક્ષેપના આક્ષેપ સાથે હાઈકોર્ટમાં રિટ
કોંગ્રેસના ધારાસભ્યોએ કરેલી આ અરજીને લઇને અમૂલ જેવી વૈશ્વિક બ્રાન્ડના સંચાલનમાં રાજકારણનો હસ્તક્ષેપ કામગીરી પર ગંભીર અસર ન પાડે તેવી ચિંતા પ્રવર્તી રહી છે.