અમદાવાદ વર્લ્ડ ફીઝીયોથેરાપી દિવસ ( World Physiotherapy Day )અંગે વાત કરતા અમદાવાદ સિવિલ હોસ્પિટલ ( Ahmedabad Civil Hospital ) સુપરિન્ટેન્ડન્ટ ડૉક્ટર રાકેશ જોષીના જણાવે છે કે સિવિલ હોસ્પિટલ ઓપીડીમાં વર્ષના 4500 થી 5000 દર્દીઓ ફીઝીયોથેરાપી અંગેની સારવાર અર્થે આવે છે. જ્યારે હોસ્પિટલ સ્ટાફ દ્વારા હોસ્પિટલના અલગ અલગ વિભાગોમાં રોજના 50 થી 60 દર્દીઓને અલગ અલગ પ્રકારની કસરતો અને અન્ય સંલગ્ન ફીઝીયોથેરાપી સારવાર આપવામાં આવે છે. આમ, સિવિલ હોસ્પિટલમાં વર્ષે અંદાજિત 18000 જેટલાં દર્દીઓને ફીઝીયોથેરાપી સાથે સંકળાયેલી સારવાર પૂરી પાડવામાં આવે છે, જે દર્શાવે છે કે ફીઝીયોથેરાપી ટ્રીટમેંન્ટ આજે ખૂબ જ અગત્યની ટ્રીટમેંન્ટ બની રહી છે અને તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે ફીઝીયોથેરાપી અને ફીઝીયોથેરાપીસ્ટની જરૂરિયાત આવનારા દિવસોમાં અનેકગણી ( Importance of physiotherapy ) વધવાની છે.
ફીઝિયોથેરાપીનું મહત્વવર્લ્ડ ફીઝીયોથેરાપી દિવસ નિમિત્તે ઓસ્ટીઓઆર્થરાઈટીસ અને ફીઝિયોથેરાપીનું મહત્વ ( Physiotherapy in Osteoarthritis )સમજાવતા ફીઝીયોથેરાપી ડો. સ્વીટી શાહ જણાવે છે કે આપણે સૌ એવું માનીએ છીએ કે જો આપણને કોઈ બિમારી ન હોય તો આપણે સ્વસ્થ છીએ. પરંતુ હું જો આપને કહું કે આ મિથ્યા છે. WHO એ સ્વાસ્થ્ય માટેની ખૂબ સરસ વ્યાખ્યા આપી છે. “It’s the state of complete mental, social and physical well being; not merely absence of disease.” એટલે કે ફ્કત બિમાર ન હોવુ એ સ્વસ્થ હોવાની નિશાની નથી. તે માટે વ્યકિતની માનસિક, સામાજિક અને શારીરિક તંદુરસ્તીનો સમન્વય હોવો ખૂબ જરૂરી છે.
ફીઝીયોથેરાપીસ્ટના નિર્ણાયક રોલને બિરદાવવાનો હેતુ 1996થી દર વર્ષે 8મી સપ્ટેમ્બરને વર્લ્ડ ફીઝીયોથેરાપી દિવસ ( World Physiotherapy Day )તરીકે દુનિયાભરમાં ઉજવવામાં આવે છે; જેનો હેતુ લોકોને તેઓના શારીરિક સ્વાસ્થ અંગે સજાગ કરવાનો અને લોકોને ચાલતાં ફરતાં, સક્રિય, સ્વસ્થ અને સ્વતંત્ર રાખવા માટે ફીઝીયોથેરાપીસ્ટના નિર્ણાયક રોલને બિરદાવવાનો છે.દર વર્ષે લોકોમા જાગૃતતા લાવવાનાં હેતુસર વિવિધ થીમ હેઠળ વર્લ્ડ ફીઝીયોથેરાપી દિવસ ( Importance of physiotherapy ) ઉજવવામાં આવે છે. આ વર્ષની થીમ Osteoarthritis and the role of Physiotherapy in its prevention and management રાખવામાં આવી છે.