ગુજરાત

gujarat

ETV Bharat / city

વિશ્વ પર્યાવરણ દિવસ: AMC દ્વારા પાંચ લાખ તુલસી છોડનું વિતરણ કરાશે

વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પાંચ લાખ તુલસી છોડનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી શુક્રવારે પ્રતીકરૂપે માત્ર 50 તુલસી રોપાનું વિતરણ સોશિયલ ડિસ્ટન્સ જાળવીને કરવામાં આવશે.

વિશ્વ પર્યાવરણ દિવસ : પાંચ લાખ તુલસી છોડનું વિતરણ કરાશે
વિશ્વ પર્યાવરણ દિવસ : પાંચ લાખ તુલસી છોડનું વિતરણ કરાશે

By

Published : Jun 5, 2020, 12:05 AM IST

અમદાવાદ: મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા આ તુલસી રોપાના વિતરણ કાર્યક્રમને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ખુલ્લો મૂકાશે. જેમાં અમદાવાદ શહેરના મેયર બીજલ પટેલ અને રાજ્યના મહેસૂલપ્રધાન કૌશિકભાઈ પટેલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

વિશ્વ પર્યાવરણ દિવસ : પાંચ લાખ તુલસી છોડનું વિતરણ કરાશે
તુલસીનો છોડ પવિત્ર ગણાય છે. કોરોનાની મહામારીમાં તુલસીનો ઉપયોગ મોટાપાયે થઈ રહ્યો છે. તુલસીના છોડની ઉપયોગિતા હાલ અત્યંત વધી છે. આવા સમયે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને તુલસીના રોપાનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનું આયોજન શુક્રવારે મંગલમૂર્તિ એપાર્ટમેન્ટ, ટેલિફોન એક્સચેન્જ સામે, નારણપુરા ખાતે સવારે 10:30 કલાકે કરવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details