ગુજરાત

gujarat

ETV Bharat / city

World Environment Day 2021 - ગત વર્ષે ભારતમાં કોરોના કરતા વધારે લોકોના પ્રદૂષણથી મોત થયા : પર્યાવરણ વિશેષજ્ઞ - 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ

સમગ્ર વિશ્વમાં આજે 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ ( World Environment Day ) ની ઉજવણી કરવામાં આવશે. એક તરફ કોરોનાને કારણે સમગ્ર વિશ્વ જોખમ પર છે. કોરોનાની બીજી લહેર દરમિયાન ઓક્સિજનની અછત સર્જાતા વૃક્ષોનું મહત્વ સમજાયું છે. એવામાં વર્ષ 2021 ના પર્યાવરણ દિવસની થિમ Ecosystem Restoration રાખવામાં આવી છે.

World Environment Day 2021
World Environment Day 2021

By

Published : Jun 4, 2021, 11:57 PM IST

  • Ecosystem Restoration ની થિમ પર ઉજવાશે પર્યાવરણ દિવસ
  • વાયુ પ્રદૂષણ ( air pollution ) ભારતમાં મૃત્યુનું મોટું કારણ
  • લોકોમાં ફેફસાની અને શ્વાસની સમસ્યાઓમાં વધી - મહેશ પંડ્યા


અમદાવાદ:આજે એટલે કે 5 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં પર્યાવરણ દિવસ ( World Environment Day ) ની ઉજવણી કરવામાં આવશે. આ વર્ષે Ecosystem Restoration ની થિમ પર World Environment Day ની ઉજવણી કરવામાં આવશે. એક તરફ વૈશ્વિક કોરોના મહામારીમાં ઓક્સિજનની અછત સર્જાતા લોકો વૃક્ષોનું અને પર્યાવરણનું જતન કરવા જાગૃત થયા છે. ત્યારે પર્યાવરણ વિશેષજ્ઞના જણાવ્યા પ્રમાણે, વર્ષ 2020માં ભારતમાં કોરોનાથી જેટલા મોત થયા, તેનાથી વધારો મોત પ્રદુષણના કારણે થયા છે.

ગત વર્ષે ભારતમાં કોરોના કરતા વધારે લોકોના પ્રદૂષણથી મોત થયા : પર્યાવરણ વિશેષજ્ઞ

શહેરી વિસ્તારોના લોકોમાં ગામડાઓની સરખામણીએ શ્વાસની સમસ્યા વધુ

વર્ષોથી પર્યાવરણ ક્ષેત્રે સેવા આપી રહેલા મહેશ પંડ્યાનું કહેવું છે કે, પર્યાવરણની જાળવણી આપણા માટે ખુબ જરૂરી છે. તેના કારણે ઓક્સિજન માત્રામાં વધારો થાય છે. એક તરફ કોરોનાને કારણે લોકોને ફેફસાની તકલીફ થઈ રહી છે. ત્યારે આ તકલીફ પ્રદૂષણના કારણે શહેરોમાં વધી છે. ગામડાઓની સરખામણીમાં શહેરમાં કોરોના દર્દીઓની વાત કરીએ તો શહેરના લોકોમાં ફેફસાની અને શ્વાસને લઈને થતી સમસ્યાઓમાં વધારો જોવા મળ્યો છે. જ્યારે ગામડામાં કોરોનાનો પગપેસારો એટલા મોટા પ્રમાણમાં નથી થયો.

જાણો શું કહ્યું પર્યાવરણ વિશેષજ્ઞએ ?

પર્યાવરણ વિશેષજ્ઞ મહેશ પંડ્યાએ ETV ભારત સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, કોરોના કરતા પણ પ્રદૂષણના કારણે વધુ લોકો વધુ મૃત્યુ પામી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, અમેરિકા અને કેનેડાની એક સંસ્થાએ વર્ષ 2020માં રિપોર્ટ જાહેર કરીને જણાવ્યું હતું કે, ભારતમાં કોરોના કરતા પ્રદૂષણના કારણે વધારે લોકોનો જીવ એક વર્ષમાં ગયો છે. જે આપણા દેશ માટે ખૂબ જ ગંભીર સમસ્યા છે.

લોકડાઉનના કારણે પ્રદૂષણમાં ઘટાડો થયો

કોરોનાના કારણે મોટાભાગના ધંધા-રોજગાર બંધ થયા છે. જે આપણી આર્થિક પરિસ્થિતિને ખૂબ જ નુકસાનકારક રહ્યું છે પરંતુ આ સમયગાળા દરમિયાનમાં જ ઔદ્યોગિક એકમો અને ફેક્ટરીઓ બંધ હોવાથી પ્રદૂષણમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. જેના કારણે આપણી આસપાસની વનસ્પતિઓ અને વૃક્ષોમાં હરિયાળીનું પ્રમાણ વધ્યું છે. મહેશ પંડ્યાનું કહેવું છે કે, જેમ કોરોના સામે રક્ષણ મેળવવા આપણે કડક લોકડાઉનનું પાલન કર્યું છે. તેવી જ રીતે પ્રદૂષણ સામે પણ રક્ષણ મેળવવા લોકડાઉનનું જેવું જ હથિયાર વાપરવો જોઈએ.

1.16 લાખ બાળકોએ પ્રદુષણના કારણે જન્મના એક મહિનામાં જીવ ગુમાવ્યો

ભારતમાં વધતા જતા પ્રદુષણને કારણે એક વર્ષમાં 1.67 મિલિયન લોકોના મોત થયા છે. હેલ્થ ઇફેક્ટ ઇન્સ્ટિટ્યૂટે અમેરિકાની એનવાયરોમેન્ટ પ્રોટેક્શન એજેન્સી સાથે મળી સ્ટેટ ગ્લોબલ ઍર 2020 રિપોર્ટમાં આ જણાવ્યું છે. રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે ભારત, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને નેપાળમાં હવાના પ્રદૂષણમાં અગ્રેસર રહેનારા પ્રમુખ 10 દેશોમાંથી છે. વળી, ભારતમાં 1 લાખ 16 હજાર બાળકો એવા હતા કે, જેઓ પ્રદુષણને કારણે તેમના જન્મના એક મહિનાની અંદર જીવ ગુમાવવો પડ્યો છે.

World Environment Day 2021ની ઉજવણી

પાકિસ્તાન યુનાઇટેડ નેશન એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામ (UNEP)ની ભાગીદારીમાં World Environment Day 2021ની યજમાની કરશે. આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસ( World Environment Day )ની થીમ Ecosystem Restoration રહેશે. પ્રકૃતિ સાથેના આપણા સંબંધોને ફરીથી પ્રસ્થાપિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

World Environment Day 2020

ઉલ્લેખનીય છે કે, વિશ્વ પર્યાવરણ દિવસ 2020ની થીમ 'સેલિબ્રેટ બાયોડાયવસિર્ટી' હતી. આ વર્ષે દક્ષિણ અમેરિકાના દેશ કોલમ્બિયાએ જર્મની સાથે સંયુક્ત રીતે વિશ્વ પર્યાવરણ દિવસ 2020ની ઉજવણીનું આયોજન કર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details