ગુજરાત

gujarat

ETV Bharat / city

Women's Safety In Gujarat: ગુજરાતમાં મહિલાઓ-દીકરીઓ કેટલી સુરક્ષિત? વડોદરામાં 19 વર્ષની યુવતીની હત્યાથી ઊભો થયો પ્રશ્ન

વડોદરામાં 19 વર્ષીય યુવતીનો ક્ષતવિક્ષત મૃતદેહ મળી આવતા ગુજરાતમાં મહિલાઓ-દીકરીઓ કેટલી સુરક્ષિત (Women's Safety In Gujarat)? એ પ્રશ્ન ફરી એકવાર ઉઠ્યો છે. છેલ્લા કેટલાંક મહિનાઓમાં મહિલાઓની હત્યા અને તેમના પર જીવલેણ હુમલાના બનાવો વધ્યાં છે.

Women's Safety In Gujarat: ગુજરાતમાં મહિલાઓ-દીકરીઓ કેટલી સુરક્ષિત? વડોદરામાં 19 વર્ષની યુવતીની હત્યાથી ઊભો થયો પ્રશ્ન
Women's Safety In Gujarat: ગુજરાતમાં મહિલાઓ-દીકરીઓ કેટલી સુરક્ષિત? વડોદરામાં 19 વર્ષની યુવતીની હત્યાથી ઊભો થયો પ્રશ્ન

By

Published : Mar 23, 2022, 5:39 PM IST

Updated : Mar 23, 2022, 6:39 PM IST

અમદાવાદ: આજે વડોદરા નેશનલ હાઇવે (Vadodara National Highway) પર આવેલી લેન્ડ ફિલ્ડ પાસે એક 19 વર્ષીય યુવતીનો હત્યા કરવામાં આવેલો મૃતદેહ મળી આવ્યો છે. એટલું જ નહીં, યુવતીનો કપાયેલી હાલતમાં હાથ (Women's Safety In Gujarat) પણ મળી આવ્યો છે. યુવતીના માથા અને મોઢાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો (Attack On Women In Gujarat) કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી મહિલાઓ પર હત્યા (Murder Of Women In Gujarat) અને હુમલાના બનાવોમાં વધી ગયાં હોય અને અસામાજિક તત્વોને કાયદા-કાનૂનનો (Crime In Gujarat) ડર ન હોય તેવું લાગી રહ્યું છે. મહિલાઓની હત્યાના આવા અનેક કિસ્સાઓ રાજ્યમાં છેલ્લા 2-3 મહિનામાં બન્યા છે.

સુરતમાં એકતરફી પ્રેમમાં ગ્રીષ્મા વેકરિયાની હત્યા.

સુરતમાં એકતરફી પ્રેમમાં ગ્રીષ્માની હત્યા- ઉલ્લેખનીય છે કે આ પહેલાં સુરતના પાસોદરા પાટિયા (Surat Pasodara Patiya) નજીક એક તરફી પ્રેમમાં યુવકે જાહેરમાં ગળું કાપીને યુવતીને મોતને ઘાટ ઉતારી હતી. ગ્રીષ્મા વેકરિયા નામની યુવતીને ફેનિલ ગોયાણી નામના યુવકે એકતરફી પ્રેમમાં સરાજાહેર ગળું કાપીને હત્યા કરી હતી. આ ઘટનાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયાં હતાં અને રાજ્યના ગૃહપ્રધાને પણ આ ઘટનાની નોંધ લીધી હતી. જો કે ગુજરાતમાં યુવતીઓ-મહિલાઓની હત્યાનો (Crime Against Women In Gujarat) આ પહેલો કે અંતિમ કિસ્સો નહોતો. આ ઘટના બાદ પણ અનેક યુવતીઓની હત્યા અને તેમના પર હુમલાઓ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો:Girl Murder in Vadodara: વડોદરામાં 19 વર્ષીય યુવતીની હત્યા પ્રેમીએ જ કરી હતી, ક્રાઈમબ્રાન્ચે કરી ધરપકડ

લિવ ઇનમાં રહેતી મહિલાનું તેના જ પ્રેમીએ ગળું કાપ્યું-સુરતમાં જ કાપોદ્રામાં લિવ ઇન રિલેશનશિપમાં રહેતી મહિલાની તેના પ્રેમીએ ગળું કાપીને હત્યા કરી હતી. ચાલું વર્ષે માર્ચ મહિનામાં આ હત્યાનો ભેદ ઉકેલાયો હતો. સુરતની ગૌતમ પાર્ક સોસાયટીમાં આવેલા ઘર નંબર 158ના પહેલા માળે પ્રકાશભાઈ રણછોડભાઈ પટેલ નામના શખ્સે સ્નેહલતાબેન નામની મહિલાના ગળા અને છાતીના ભાગે ચપ્પુના ઉપરા છાપરી ઘા ઝીકી હત્યા કરી હતી.

મહીસાગરમાં પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી-આ વર્ષે જ માર્ચ મહિનામાં મહીસાગર જિલ્લામાં વીરપુર તાલુકાના દુધેલા (dudhela village mahisagar) ગામે એક પ્રેમીએ પ્રેમિકાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા (Murder In Mahisagar) કરી દીધી હતી. મહીસાગર જિલ્લાના વીરપુર પોલીસ સ્ટેશન (Virpur Police Station Mahisagar) વિસ્તારમાં આવેલા દુધેલા ગામે ચપ્પુના ઘા મારી હત્યા (Crime In Gujarat) પ્રેમિકાની હત્યા કરી દેવામાં આવી હતી.

આત્મઘાતી બ્લાસ્ટ કરીને પત્નીની હત્યા.

ડાયનામાઇટથી બ્લાસ્ટ કરીને પત્નીની હત્યા-તો 26 ફેબ્રુઆરી 2022ના મોડી રાત્રે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના બીટી છાપરા ગામમાં પતિએ આત્મઘાતી બ્લાસ્ટ કરીને પત્નીની હત્યાકરી દીધી હતી. બીટીછાપરા ગામમાં શારદાબેન પગીના લગ્ન મુલોજનાં ડેરા ડુંગરી ગામના લાલાભાઇ સાથે થયા હતાં. પતિના માનસિક ત્રાસથી કંટાળી શારદાબેન પગી તેમના પિયર બીટી છાપરામાં આવ્યા હતાં. ત્યારે તેમના પતિ તેમને મળવા માટે આવ્યા હતાં. આ સમયે લાલાભાઇએ તેમની કમરમાં ડાયનામાઇટ વીંટાળી શારદાબેનને ઘર બહાર બોલાવી ભેટી પડતાંની સાથે જ ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો. પળવારમાં જ શારદાબેનનો દેહ ક્ષતવિક્ષત થવા સાથે પ્રાણપંખેરું ઉડી ગયું હતું. સાથે જ સારવાર મળે તે પહેલાં પતિ લાલાભાઇનું પણ મોત નિપજ્યું હતું.

આ પણ વાંચો:Rape case in Ahmedabad: સોશિયલ મીડિયા મારફતે ફ્રેન્ડશિપ કરી યુવતી સાથે દુષ્કર્મ કર્યું

35 વર્ષીય મહિલાની એકતરફી પ્રેમમાં હત્યા- તો અમદાવાદના માધવપુર વિસ્તારમાં એકતરફી પ્રેમમાં પાગલ યુવકે જાહેરમાં 35 વર્ષીય મહિલાને છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી હતી. મૃતક મહિલા અને આરોપી નવીન રાઠોડ એક જ વિસ્તારમાં રહેતા હતાં. મહિલા સાથે યુવકને એકતરફી પ્રેમ હતો. મહિલાને 2 બાળકો હતા અને મહિલાએ યુવકને પ્રેમસંબંધ રાખવાની ના કહી હતી. જ્યારે મહિલા માધવપુરા વિસ્તારમાં આવેલા જોગણી માતાના મંદિર પાસે શાકભાજી લેવા ઉભી હતી. ત્યારે નવીને પાછળથી આવીને એક પછી એક 5થી વધારે છરીના ઘા ઝીંકી જાહેરમાં હત્યા કરી હતી.

યુવતીએ ગુટકા લેવા જવાનું ના કહેતા આરોપીએ તેની હત્યા કરી દીધી.

યુવતીએ ગુટકા લેવા જવાનું ના કહેતા મોત મળ્યું- આ વર્ષે માર્ચ મહિનામાં જ વલસાડ જિલ્લાના વલવાડા ગામમાં એક યુવકે તેની મંગેતરનું ગળું દબાવીને હત્યા કરી હતી. આરોપીએ યુવતીને ગુટકા લેવા જવાનું કહ્યું હતું. યુવતીએ ગુટકા લેવા જવાનું ના કહેતા આરોપીએ તેની હત્યા કરી દીધી હતી. તો બારડોલીના બાબેન ગામે લકઝરીયા એપાર્ટમેન્ટમાં એક યુવક સાથે લિવ ઇનમાં રહેતી યુવતી લાપતા થઈ હોવાની ફરિયાદ બારડોલી પોલીસ મથકમાં નોંધાઇ હતી. પોલીસે યુવતી જેની સાથે લિવ ઇનમાં રહેતી હતી તે યુવકની પૂછપરછ કરતા તેણે જ યુવતીની હત્યા કરી તેના મૃતદેહને વાલોડના નવા ફળીયા ખાતે આવેલા ખેતરમાં દાટી દીધો હોવાની કબૂલાત કરી હતી.

જામનગરમાં બનેવીએ કરી સાળીની હત્યા-આ ઉપરાંત જામનગરના કાલાવડ નાકા બહાર આવેલી સિલ્વર સોસાયટી વિસ્તારમાં કરીમા બહેન સકીલભાઈ સિપાહી નામની મહિલા પર તેમના બનેવીએ છરી વડે હુમલો કર્યો હતો. મહિલાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. રાજ્ય અને દેશમાં મહિલાઓની શું સ્થિતિ છે એ આવી ઘટનાઓથી જાણવા મળે છે. દિવસે-દિવસે મહિલાઓ વિરુદ્ધના અપરાધો-અત્યાચારો વધી રહ્યા છે ત્યારે આવી ઘટનાઓને રોકવા માટે કાયદો-વ્યવસ્થા મજબૂત કરવી અતિ આવશ્યક છે.

Last Updated : Mar 23, 2022, 6:39 PM IST

ABOUT THE AUTHOR

...view details