- મહિલાઓ આત્મનિર્ભર બને તેવા પ્રયાસ
- FICCIની મહિલા પાંખ દ્વારા મહિલાઓને સ્ટાર્ટઅપમાં સહાય
- સંસ્થાઓ કરશે મહિલાઓના સ્ટાર્ટઅપમાં રોકાણ
અમદાવાદ: ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટર્નલ ટ્રેડ (DPIIT) દ્વારા ભારતમાં 50,000થી વધુ સ્ટાર્ટ-અપ્સની ઓળખ કરાઇ છે અને તેમાંથી ઓછામાં ઓછા 45 ટકામાં ગુજરાતમાં મહિલાઓ ઉદ્યોગ સાહસિકતા ((Women Industry Entrepreneurship) છે, તેમ ડિપાર્ટમેન્ટ દ્વારા 3 જૂન 2021ના રોજ ઇશ્યૂ કરાયેલા ડેટામાં જણાવવામાં આવ્યું છે. આ દિશામાં કામગીરી કરતાં ફિક્કી લેડિઝ ઓર્ગેનાઇઝેશન (FICCI LADIES ORGANIZATION) અમદાવાદના ફ્લો સ્ટાર્ટઅપ સેલ (FLO startup cell) દ્વારા ગુજરાતમાં મહિલા ઉદ્યોગ સાહસિકતાને ખાસ પ્રોત્સાહન આપવા માટે કૌશલ્યવર્ધન અને ડેવલપમેન્ટ પ્રોગ્રામ ચલાવવામાં આવી રહ્યાં છે.
ભારતમાં મહિલાઓનું રોકાણ ઓછું
FICCIના ફ્લો સ્ટાર્ટઅપ્સના નેશનલ હેડ ડો. આરતી ગુપ્તાએ જણાવ્યું હતું કે, “ભારતમાં આશરે 10,000 એન્જલ ઇન્વેસ્ટર્સ છે અને તેમાંથી મહિલાઓ માત્ર 1 ટકા છે. 30 ટકાથી ઓછી ડીલ એવી છે કે, જે મહિલા દ્વારા સ્થાપિત હોય છે. મહિલા ઉદ્યોગ સાહસિકતા (Women Industry Entrepreneurship) ક્ષેત્રે પૂરતું ધ્યાન અપાયું નથી. તેના દ્વારા ભારત 5 ટ્રિલિયન ડોલરના વિઝનને સાકાર કરી શકે છે. જ્યારે એક મહિલા ઉદ્યોગ સાહસિક બીજી મહિલા રોકાણકારો પાસેથી રોકાણ મેળવે ત્યારે ટકાઉ અને સર્વાંગીવિકાસહાંસલ થઇ શકે છે.