અમદાવાદમાં મહિલા ચોર ગેંગ સક્રિય, જૂઓ વીડિયો - મહિલા ચોર ગેંગ સક્રિય
અમદાવાદ: શહેરના પશ્ચિમ વિસ્તારમાં પીજીમાં ચોરી કરતી મહિલા ગેંગ સક્રિય બની છે. સારા પહેરવેશમાં આ મહિલાઓ ઘરમાં ઘૂસીને હાથ સાફ કરે છે. પીજીમાં રહેતા લોકો મોડી રાતે આવતા હોવાથી મકાનના દરવાજા ખુલ્લા રાખે છે, જેથી આ મહિલા ગેંગ તેનો લાભ ઉઠાવે છે.
Ahmedabad
વસ્ત્રાપુરના એક પીજીમાંથી ચોરીની ઘટના સામે આવી છે જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. મળતી વિગત પ્રમાણે વસ્ત્રાપુરના અપૂર્વ એપાર્ટમેન્ટમાં જલારામ પીજીમાં એક વ્યક્તિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, બે અજાણી મહિલાઓએ રૂમમાં ઘૂસીને મોબાઈલ ચોરી કરીને ફરાર થઈ છે. જોકે આ સમગ્ર ઘટના પીજીમાં રહેલા સીસીટીવી કેમરામાં કેદ થઈ હતી. આ મામલે પોલીસે મહિલા ચોરની શોધખોળ હાથ ધરી છે.