ગુજરાત

gujarat

ETV Bharat / city

#JeeneDo: અમદાવાદમાં મહિલાઓ પોતાને વધુ સુરક્ષિત માને છે - Etv Bharat Trands

સમગ્ર દેશમાં અત્યાચારના કેસ વારંવાર જોવા મળી રહ્યા છે. ત્યારે ગોવામાં પણ તાજેતરમાં બે સગીર વયની યુવતીઓ પર રાત્રિના સમયે કરિયાકાંઠે અત્યાચાર આચરવામાં આવ્યો હતો. જેને લઇને અમદાવાદ(Ahmedabad )ની મહિલાઓ રાત્રિના સમયે કેટલી સુરક્ષિત છે એ અંગે રિયાલીટી ચેક(Reality check) કરવામાં આવ્યું છે.

Jeene Do
#JeeneDo: અમદાવાદમાં મહિલાઓ પોતાને વધુ સુરક્ષિત માને છે

By

Published : Aug 2, 2021, 2:29 PM IST

Updated : Aug 5, 2021, 2:15 PM IST

  • ગોવામાં સગીર વયની યુવતીઓ પર અત્યાચાર
  • અમદાવાદમાં ઇટીવી ભારતનું રિયાલિટી ચેક
  • કોઈ પણ મહિલાએ અસુરક્ષિત હોવાનો કર્યો ઇનકાર

અમદાવાદ: ગોવામાં તાજેતરમાં જ બે સગીર વયની યુવતીઓ પર રાત્રિના સમયે દરિયાકાંઠે અત્યાચાર આચરવામાં આવ્યો હતો. જેના પડઘા દેશભરમાં પડ્યા છે, ત્યારે અમદાવાદ(Ahmedabad )ની મહિલાઓ કેટલી સુરક્ષિત છે. તે અંગે ETV Bharatએ રાત્રિના સમયે રિયાલિટી ચેક (Reality check) કર્યું છે. સૌપ્રથમ ETV Bharatની ટીમ અમદાવાદના સૌથી વધુ વ્યસ્ત વિસ્તાર એવા એસ.જી હાઈવે પર પહોંચી હતી.

આ પણ વાંચો- લુણાવાડામાં મહિલા સુરક્ષા સેતુ અંતર્ગત મહિલાઓને કરાટેની તાલીમ અપાઇ

અમદાવાદના રસ્તા પર રાત્રે પોલીસની હાજરી

કૃતિ શાહે ETV Bharatને જણાવ્યું હતું કે, અમદાવાદ (Ahmedabad )અને ગુજરાત ખૂબ જ સુરક્ષિત છે. મોડી રાત્રિના સમયે પણ અહીં ટુ-વ્હીલર લઇને ફરતા હોઈએ છીએ પણ તેમને ક્યારેય ખરાબ અનુભવ થયો નથી. મહિલાઓ માટે હેલ્પલાઇન નંબર પણ આપવામાં આવ્યો છે. બીજલ પ્રજાપતિએ ETV Bharatને જણાવ્યું હતું કે, તે અમદાવાદમાં નોકરી કરે છે અને ઘણી વખત રાત્રે મોડા છૂટે છે, પરંતુ અમદાવાદ(Ahmedabad )ના રસ્તા પર પોલીસ હાજર હોય છે તે પોતાને સુરક્ષિત અનુભવે છે. અહીંના લોકો ઘણા સપોર્ટિવ છે.

#JeeneDo: અમદાવાદમાં મહિલાઓ પોતાને વધુ સુરક્ષિત માને છે

માતા-પિતાનો બાળકો પર કંટ્રોલ જરૂરી છે

એસ.જી.હાઈવે બાદ ETV Bharatની ટીમ રિયાલિટી ચેક માટે પ્રહલાદ નગર પહોંચી હતી, જ્યાં માનસી કંસારાએ ETV Bharatને જણાવ્યું હતું કે, ગુજરાત અને અમદાવાદ(Ahmedabad ) ઘણું સુરક્ષિત છે, પણ એવું નથી કે, અહીં મહિલાઓ સાથે અત્યાચારની ઘટના બનતી નથી. ગોવાની ઘટના અંગે તેમણે જણાવ્યું હતું કે, માતા-પિતાએ બાળકો પર ધ્યાન રાખવું જરૂરી છે. યુવાનોને મહિલાઓની ઈજ્જત કરતા શીખવવું જોઈએ. સરકાર અને પોલીસે મહિલાઓ અસુરક્ષિત અનુભવ કરે, તેવા સમય માટે ઇમરજન્સી હેલ્પલાઇન, મેસેજ સેન્ટર કે એપ્લિકેશન બનાવવી જોઈએ.

#JeeneDo: અમદાવાદમાં મહિલાઓ પોતાને વધુ સુરક્ષિત માને છે

અસુરક્ષિત અનુભવાય ત્યારે આસપાસના લોકો પાસે મદદ માંગવી જોઈએ

સેટેલાઈટમાં રહેતી અન્ય એક મહિલાએ ETV Bharatને જણાવ્યું હતું કે, તે બધાની વચ્ચે પોતાને સુરક્ષિત અનુભવે છે. અસુરક્ષાનો અનુભવ થાય, ત્યારે આસપાસના લોકો પાસે કે પોલીસ સમક્ષ મદદ માગવી જોઈએ. અહીં લોકો હળીમળીને રહે છે, જેથી હિંમત અને મદદ જલ્દી મળી રહે છે.

સેન્સિટિવ વિસ્તારમાં વોચ જરૂરી છે

અમદાવાદ(Ahmedabad )ના પ્રહલાદ નગર ખાતે મહિલાઓ ઉપરાંત ETV Bharatની ટીમ દ્વારા યુવાનોનો પણ આ મુદ્દે મંતવ્ય જાણવાનો પ્રયાસ કરાયો હતો. ચિરાગે ETV Bharatને જણાવ્યું હતું કે, અમદાવાદ અને ગુજરાત મહિલાઓ માટે સુરક્ષિત છે, પરંતુ યુવતીઓએ મોડી રાત્રે એકલા ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ. બીજી તરફ કેયુરે ETV Bharatને જણાવ્યું હતું કે, સરકારે અને પોલીસે મહિલાઓની સુરક્ષાની જવાબદારી ઉપાડવી જોઈએ. ગોવાના મુખ્યપ્રધાનનું નિવેદન જવાબદારીમાંથી છટકવા બરાબર છે. સેન્સિટિવ જગ્યા પર રાત્રીના સમયે સતત પોલીસ પેટ્રોલિંગ થવું જોઈએ.

આ પણ વાંચો- ઉત્તર પૂર્વની યુવતીઓ સાથે છેડતી મામલે મહિલા પૂર્વપંચે દિલ્હી પોલીસને નોટીસ મોકલી

મહિલાઓ સેલ્ફ ડિફેન્સ શીખે

પ્રહલાદ નગર બાદ ETV Bharatની ટીમ અમદાવાદ(Ahmedabad )ના માણેકબાગ વિસ્તારમાં પહોંચી હતી. જ્યાં તેમને યુવાનોનો મહિલા સુરક્ષા મુદ્દે મંતવ્ય જાણવાનો પ્રયત્ન કર્યો હતો. એક યુવતીએ ETV Bharatને જણાવ્યું હતું કે, ગોવમાં જે કઈ થયું તે જાહેર જગ્યા પર થયું છે. તંત્ર પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં, પરંતુ તે વાત પણ તેટલી જ સત્ય છે કે, બધી જગ્યાએ સરકાર કે પોલીસ પહોંચી શકે નહીં. તેથી યુવતીઓએ સેલ્ફ ડિફેન્સની તાલીમ લેવી ખૂબ જરૂરી છે. તેઓ ઘણી જગ્યાએ પ્રવાસ કરે છે. અમદાવાદમાં પોતાના કામથી રાત્રે ત્રણ-ચાર વાગે ઘરની બહાર રહે છે, પરંતુ તેમને ક્યારેય ડર લાગ્યો નથી.

નિર્ભયા કેસમાં પણ સજા મોડી અપાઈ હતી

એક યુવકે ETV Bharatને જણાવ્યું હતું કે, ગોવાની ઘટનામાં સરકારે એક ઉદાહરણ બેસાડવુ જોઈએ. જેથી અન્ય પ્રદેશના લોકો પણ આમ કરતા ખચકાય. નિર્ભયા કેસમાં પણ સજા મોડી અપાઈ હતી. ચોક્કસપણે એ પ્રશાસનની જવાબદારી છે કે, તેમના રાજ્યમાં મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત થાય, પરંતુ આ માટે યુવાનોએ પણ પોતાની માનસિકતા બદલવાની જરૂર છે. મહિલાઓએ સેલ્ફ ડિફેન્સ શીખવું જરૂરી છે.

દારૂબંધી મહિલા અત્યાચાર અટકાવે છે

માણેકબાગ ખાતે એક યુવતીએ ETV Bharatને જણાવ્યું હતું કે, દારૂબંધી જેવા કાયદાઓ પણ ગુજરાતને મહિલા સુરક્ષા મુદ્દે અગ્રણી રાખે છે. દારૂના કારણે વ્યક્તિ માનસિક ભ્રમમાં આવી જાય છે અને તે ગુનો આચરી શકે છે. પુરુષો દારૂનું વધુ સેવન કરતા હોવાથી મહિલાઓ પ્રત્યેના ગુના વધે છે, પરંતુ તેના માદક પદાર્થોના નિષેધથી આ ગુના અટકાવી શકાય છે.

ગુજરાત પોલીસ મહિલાઓના મુદ્દે સંવેદનશીલ છે તે પ્રશંસનીય છે

અમદાવાદ(Ahmedabad )ના પિકનિક પોઇન્ટ તરીકે જાણીતા લો ગાર્ડન વિસ્તારમાં ETV Bharatને જાનવીએ જણાવ્યું હતું કે , તે પોતે મૂળ લખનઉની રહેવાસી છે. ઉત્તર પ્રદેશ કરતા અમદાવાદમાં મહિલાઓ વધુ સુરક્ષિત જણાઈ રહી છે. તે અહીંના લોકો અને પોલીસને આભારી છે. તે મોડી રાત્રે પણ સરળતાથી કોઈપણ જગ્યાએ હરી ફરી શકે છે. એક વખત તેઓ મુસીબતમાં મુકાયા હતા, પરંતુ પોલીસે તુરંત જ તેમનો પ્રોબ્લેમ સોલ્વ કરી દીધો હતો. ઉત્તર પ્રદેશની જ રહેવાસી આયુષીએ ETV Bharatને જણાવ્યું હતું કે, મહિલાઓ મુક્ત રીતે હરી ફરી શકે તે જ વિકસીત સમાજની નિશાની છે. ગુજરાત પોલીસ મહિલાઓના મુદ્દે સંવેદનશીલ છે તે પ્રશંસનીય છે.

અમદાવાદને મહિલા સુરક્ષિત શહેર બનાવતા અન્ય કારણો

સરકાર અને મહિલા પોલીસ મહિલાઓ પર થતા જાતીય હુમલા અંગે ખૂબ જ સંવેદનશીલ છે. તે ઉપરાંત અમદાવાદ શહેરમાં રસ્તાઓ પર લાગેલા સીસીટીવી કેમેરા, સંયુક્ત કુટુંબ પ્રથા, મોટાભાગના વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા, 24 કલાક ધબકતું શહેર, શિક્ષણ અને ધર્મમાં મહિલાઓને સ્થાન, ઝડપી ગતિએ થતો વિકાસ વગેરે કારણો પણ મહિલાઓને સુરક્ષા આપે છે.

આ પણ વાંચો-જૂનાગઢની મહિલા અગ્રણીઓનું પ્રતિનિધિમંડળ મુખ્યપ્રધાનને મળ્યું, મહિલાઓ માટે યોજના વધારવા કરી રજૂઆત

પશ્ચિમ અમદાવાદ જે વિકસિત વિસ્તાર ગણાય છે

અમદાવાદ(Ahmedabad )ને મહિલાઓ માટે સુરક્ષિત વિસ્તાર કહેવા છતાં ETV Bharatએ નોંધ્યું છે કે, પશ્ચિમ અમદાવાદ જે વિકસિત વિસ્તાર ગણાય છે. ત્યાં મોડી રાત સુધી મહિલાઓ સ્વતંત્ર રીતે અવરજવર કરે છે, પરંતુ પૂર્વ અમદાવાદમાં રાત્રીના દસ વાગ્યા પછી મહિલાઓની અવરજવર સદંતર બંધ જોઈ શકાય છે. બીજી તરફ યુવાનો પણ નશો અને ઇન્ટરનેટ પર ફેલાયેલી અશ્લીલ સામગ્રીથી છેડતી જેવા ગુનાઓમાં સંડોવાય છે, ઘરેલું હિંસાનું પ્રમાણ પણ જોવા મળી રહ્યું છે. આમ છતાંય દુષ્કર્મ જેવી ઘટનાઓ નહિવત છે.

Last Updated : Aug 5, 2021, 2:15 PM IST

ABOUT THE AUTHOR

...view details