ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદમાં અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો સામે, લગ્ન બાદ પતિ સમલૈંગિક હોવાની જાણ થઇ - સમલૈંગિક

અમદાવાદમાં અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં લગ્ન બાદ યુવતીને જાણવા મળ્યું કે તેનો પતિ સમલૈંગિક છે. જેથી યુવતીએ પોતાના પતિને સુધરવાનો મોકો આપ્યો હતો, પરંતુ પતિના લક્ષણો નહીં બદલાતા યુવતીએ પોલીસ ફરિયાદ કરી છે.

લગ્ન બાદ પતિ સમલૈંગિક હોવાની જાણ થઇ
લગ્ન બાદ પતિ સમલૈંગિક હોવાની જાણ થઇ

By

Published : Feb 27, 2021, 10:41 PM IST

  • અમદાવાદમાં અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો
  • લગ્ન બાદ યુવતીને ખબર પડી કે તેનો પતિ સમલૈંગિક છે
  • 20થી વધુ હાઈ પ્રોફાઈલ પુરુષો સાથે સંબંધ હતા
    લગ્ન બાદ પતિ સમલૈંગિક હોવાની જાણ થઇ

અમદાવાદઃ શહેરમાં અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં યુવતીને લગ્ન બાદ પોતાનો પતિ સમલૈંગિક છે. જેથી યુવતીએ પોલીસ ફરિયાદ દાખલ કરી છે.

લગ્નની પહેલી રાત્રિએ સંતાકૂકડી રમ્યા

મહિલાના લગ્નની પહેલી રાત્રિએ તેમનો પતિ, જેઠ-જેઠાણી અને ફરિયાદીએ મમાં સંતાકૂકડી રમી હતી. જ્યારે ફરિયાદીને પોતાનો પતિ સમલૈંગિક હોવાની વાતની જાણ થતાં તેમણે પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી, પરંતુ પોલીસે કાર્યવાહી કરવાના બહાને ફરિયાદીને હેરાન કરવી શરૂ કરી હતી. જેથી ફરિયાદીએ અંતે કંટાળીને સુરેન્દ્રનગર મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પતિના પિતા નાયબ મામલતદાર

આ અંગે ફરિયાદીએ જણાવ્યું કે, તેમના સસરા નાયબ મામલતદાર છે. જેથી પોલીસે કાર્યવાહી કરવાને બહાને ફરિયાદીને હેરાન કરવાની શરૂઆત કરી હતી. આ સાથે જ પોલીસ મામલો દબાવવાનો પ્રયાસ કર્યો હતો. જેથી અંતે ફરિયાદીએ સુરેન્દ્રનગર મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે.

ફરિયાદીએ ગ્રીન્ડર એપ્લિકેશનમાં ફેક એકાઉન્ટ બનાવ્યું

ફરિયાદી અને તેમના પતિ વચ્ચે શારીરિક સંબંધ બંધાતા નહોતા. જેથી ફરિયાદીએ પતિને રંગેહાથ ઝડપવા ગ્રીન્ડર નામની એપ્લિકેશન પર ફેક એકાઉન્ટ બનાવ્યું હતું. જેમાંથી હાઈપ્રોફાઈલ લોકો સાથે તેમના સંબંધ હોવાનું ફરિયાદીને જાણવા મળ્યું છે. ફરિયાદીએ આ અંગે જણાવ્યું કે, આ એપ્લિકેશનના માધ્મથી તેમના પતિ ડૉક્ટર, બેન્ક મેનેજર, વેપારી સહિતના લોકો સાથે સંબંધ રાખતા હતા.

લગ્ન બાદ પતિ સમલૈંગિક હોવાની જાણ થઇ

યુવતીના લગ્ન 2018માં થયાં

યુવતીના લગ્ન 2018માં થયાં હતાં. લગ્ન પહેલા બન્ને એકબીજાને મળ્યા નહોતા, જ્યારે લગ્નની રાત્રિએ સાણંદ પાસે એક રિસોર્ટ બુક કરાવ્યું હતું. જેમાં ફરિયાદીના પતિના ભાઈ ભાભી પણ આવ્યા હતા. લગ્નની પ્રથમ રાત્રિએ ફરિયાદી, તેમનો પતિ, પતિનો ભાઈ અને ભાભી સાથે રૂમમાં સંતાકૂકડી રમી હતી. જેથી ફરિયાદીને પોતાના પતિ પર આશંકા ગઇ હતી.

પતિના ફોનમાં 2 વોટ્સએપ એકાઉન્ટ

ફરિયાદીએ આક્ષેપ કરતા વધુમાં જણાવ્યું હતું કે, તેમના પતિના ફોનમાં 2 વોટ્સએપ એકાઉન્ટ હતા. જેમાં એક એકાઉન્ટ ઘર માટે અને બીજું એકાઉન્ટ સમલૈંગિક યુવકો માટે. આ સાથે જ તેમના પતિના ફોનમાંથી ગ્રીન્ડર નામની એપ્લિકેશન મળી હતી. આ એપ્લિકેશનના માધ્યમથી ફરિયાદીનો પતિ સમલૈંગિક યુવકોનો કોન્ટેક અને એડ્રેસ મેળવતો હતો. ત્યારબાદ ફરિયાદીનો પતિ અન્ય યુવકો સાથે શારીરિક સંબંધ બાંધતો હતો. જેથી પોતાના પતિનું આ રૂપ જોઈન ફરિયાદી સ્તબ્ધ થઇ હતી.

સાસુએ ફરિયાદી પર હાથ ઉઠાવ્યો

આ ઉપરાંત સમગ્ર મામલે સસરાને વાત કરતા તેમને યુવતીને ધમકાવી હતી અને કહ્યું કે તારાથી થાય એ કરી લે. બીજી બાજુ યુવતીએ તેના પતિ સાથે આ અંગે વાત કરી હતી. તો પતિએ ગુસ્સામાં આવીને કબૂલ્યું હતું કે હા હું સમલૈંગિક છું અને મને સમલૈંગિક લોકોમાં જ ઇન્ટરેસ્ટ છે. જેથી આ બન્ને વચ્ચે લાંબો સમય આવી રીતે તકરાર ચાલી અને પત્નીએ સસરા અને સાસુને વાત કરતાં તેમણે ફરિયાદી પર હાથ ઉપાડ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details