અમદાવાદઃ મેટ્રો કોર્ટમાં (Ahmedabad Metro Court)જે મહિલા વકીલને રજૂ કરવામાં સમગ્ર મેટ્રો કોર્ટમાં (Ahmedabad Metro Court)સોમવારે જે ચાર કલાકનો હાઈવોલ્ટેજ ડ્રામા ચાલ્યો હતો તેને લઈને આજે તે મહિલા વકીલે (Woman lawyer beaten by police) પોતાની આપવીતી જણાવી હતી. બાપુનગર પોલીસ સ્ટેશનમાં મહિલા એડવોકેટ સાથે બનેલી ઘટના અંગે પીડિત મહિલા એડવોકેટે પોતાની સાથે વર્તન અંગે ખુલીને (Metro Court Women Lawyer Controversy) નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે, ત્યાં હાજર પોલીસ અધિકારી અને અન્ય પોલીસ કોન્સ્ટેબલોએ મને અને મારી માતાને માર મારતા, પોલીસ સ્ટેશનની બહાર કાઢવાનો પ્રયાસ કર્યો.
પોલીસનું વર્તન
વકીલે (Woman lawyer beaten by police) જણાવ્યું કે જ્યારે મેં તેમને કહ્યું કે હું એડવોકેટ છું અને મારા ભાઈને છોડાવવા આવી છું, ત્યારે તેમણે મને ગંદી ગાળો આપી. આ સમગ્ર મામલે પીડિત મહિલાએ કોર્ટ (Ahmedabad Metro Court)સમક્ષ પોતાનું નિવેદન આપતા પોતાની સાથે થયેલા આપવીતી અંગે જણાવ્યું છે.
પોલીસ અધિકારી સામે પગલાં લેવાની માગણી
પીડિતાની (Woman lawyer beaten by police) માગ છે કે આ પ્રકારે ગેરવર્તન કરનાર પોલીસ અધિકારી અને પોલીસ કોન્સ્ટેબલ સામે સખતમાં સખત કાર્યવાહી થાય તેની સામે ફરિયાદ થાય. વાત આટલેથી નથી અટકી. ગઈ કાલે જ્યારે કોર્ટમાં (Ahmedabad Metro Court)હાજર કરી ત્યારે કોર્ટ રૂમમાં હાજર PSI જાદવે ધમકી આપી હતી, કે તું મારું શું કરી લઈશ ? તું બહાર આવ તને અને તારા ભાઈને જોઇ લઈશું..મારી સાથે ખૂબ જ ખરાબ વર્તન અને બિભત્સ ગાળો આપીને મને ધમકી આપવામાં આવી હતી.